GSTV

સાંસદનું રિપોર્ટ કાર્ડ: વિવાદો વચ્ચે કિરીટ સોલંકી પોતાનો ગઢ બચાવી શકશે ?

અમદાવાદ પશ્ચિમની અનામત બેઠક પર ડોક્ટર કિરિટ સોલંકીને ત્રીજીવાર ટિકિટ મળી છે. ગુજરાતના શહેરી વિસ્તારને આમ તો ભાજપનો ગઢ મનાય છે. પરંતુ આ બેઠક પર કિરિટ સોલંકીને એન્ટી ઇનકમ્બસી ફેક્ટર નડી શકે છે.

ર૦૦૯માં પહેલીવાર કિરિટ સોલંકીને ટિકિટ મળી ત્યારે તેમને પેરાશૂટ ઉમેદવાર ગણાવાયા હતા. સીમાંકન બાદ નવી બનેલી બેઠક પર ર૦૧૪માં પણ મોદી લહેરમાં જીત મેળવી.

ગત ટર્મમાં કિરિટ સોલંકીની સંસદમાં કેવી કામગીરી રહી તેની પર નજર કરીએ તો.

નેતાજીનો હિસાબ

  • સસંદમાં ડો.કિરીટ સોલંકીની  85 ટકા હાજરી
  • સંસદમાં કિરીટ સોલંકીએ 221 સવાલો પૂછ્યા છે
  • પાંચ વાર સોલંકીએ સંસદમાં ચાલતી ચર્ચામાં ભાગ લીધો

દરેક સંસદ સભ્યને તેમની ટર્મ દરમિયાન રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટના ઉપયોગમાં સંસદ સભ્યની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો…

કેટલું ભંડોળ વાપર્યુ

  • 25 કરોડની ગ્રાન્ટમાંથી 22.50 કરોડ સરકારે છુટા કર્યા
  • વ્યાજ સાથે 23.35 કરોડ રૂપિયા વાપરવા યોગ્ય મળ્યા
  • સાંસદ દ્વારા 29.57 કરોડનાં કામોની ભલામણ કરવામાં આવી હતી.
  • સરકારે 21.97 કરોડનાં કામ મંજૂર કર્યા
  • ગ્રાન્ટમાંથી 19.42 કરોડ એટલે કે 86.33 ટાકા ઉપયોગ કરાયો

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપને પડકાર આપવો કોંગ્રેસ માટે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. આ બેઠક પર દલિત અને મુસ્લિમ મતદારોનો પ્રભાવ છે..આવામાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખે તો પડકાર જરૂર આપી શકે તેમ છે.

Read Also

Related posts

અમદાવાદ મેટ્રો ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે, સીએમ રૂપાણીએ કામગીરીની કરી સમીક્ષા

Nilesh Jethva

અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક તરીકે થાય છે ઉલ્લેખ, જાણો તેનાં ગુણકારી ફાયદા

pratik shah

…તો અમે આશ્રમને સળગાવી દઈશું, કરણી સેનાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!