GSTV

આજે લોકસભા ચૂંટણીની ફાઈનલ જંગ, 8 વાગ્યાથી મતગણતરીની થશે શરૂઆત

Last Updated on May 23, 2019 by Mayur

અંતે આજે એ દિવસ આવી ગયો કે લોકો જાણશે કે દેશમાં કોની સરકાર બનશે. તે આજે ફાઈનલ થઈ જશે. લોકસભાની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થશે. એને 9 વાગ્યાથી પહેલા રાઉન્ડનો ટ્રેન્ડ મળવાની શરૂઆત થઈ જશે. તો બપોરે 12 વાગ્યા બાદ સ્પષ્ટ થઈ શકે છે કે કોની સરકાર બનવા જઈ રહી છે.

સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરના મતની ગણતરી થશે. ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી થશે. અને અંતમાં નક્કી કરાયેલા વીવીપેટની ચિઠ્ઠિઓની ઈવીએમ સાથે સરખામણી કરીને તે મતોની ગણતરી થશે. લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત ઈવીએમ સાથે વીવીપેટની ચિઠ્ઠીઓની સરખામણી કરવામાં આવશે. જેને કારણે પરિણામ થોડું મોડું આવી શકે છે.

દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ નક્કી કરાયેલા પાંચ વીવીપેટનું વેરિફિકેશન ઈવીએમ સાથે કરાશે. અને તેમાં ઓછામાં ઓછા ચાર કલાક જેટલો સમય લાગી શકે છે. ત્યારે એવુ પણ બની શકે છે કે આજે મોડી રાત સુધી પણ પૂરા પરિણામ માટે રાહ જોવી પડે. 542 બેઠકો પર 8,040 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. સાતેય તબક્કામાં થયેલા મતદાનમાં 90.99 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને લગભગ 67.11 ટકા મતદાન નોંધાયું છે. જે અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન છે.

તો મતગણતરી સમયે ક્યાંક હિંસા અથવા અશાંતિ ફેલાય તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. સુરક્ષા એજન્સીઓને મતદાન કેન્દ્રો પર ભીડ અને વિજય સરઘસો પર આતંકી હુમલાનું કાવતરુ રચાયું હોવાના ઈનપુટ મળ્યા છે. ગુપ્તચર એજન્સીઓની સહાલ પર ગૃહવિભાગે એલર્ટ આપ્યું છે. જેમાં લગભગ 170 સંવેદનશીલ મતદાન મથકોની સૂચી આપી છે.. અને તમામ મતગણતરી કેન્દ્રો પર સુરક્ષા વધારાઈ છે.

READ ALSO

Related posts

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : રિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!