GSTV

2014માં સીટો જીતનારા 8 પક્ષો આ વખતે ખાતું પણ ખોલાવી શક્યા નથી, લાલુ-ચૌટાલા પરિવારનાં સભ્યો હાર્યા

Last Updated on May 25, 2019 by

આઠ પ્રાદેશિક પક્ષો, કે જેણે 2014ની લોકસભા ચૂંટણીમાં બેઠકો જીતી હતી તે આ વખતે પણ ખાતું ખોલાવી શક્યા નહીં. તેમાં બિહારનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી, હરિયાણાનું ઇન્ડિયન નેશનલ લોકદળ, મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાની રાલોસપા અને રાજુ શેટ્ટીનો પક્ષ સ્વાભીમાની પાર્ટીનો સમાવેશ થાય છે.

લાલુની પુત્રી-વેવાઇ હાર્યા

રાષ્ટ્રીય જનતા દળ એક પણ સીટ જીતી શક્યું નહિં. રાજદે બિહારની 40 લોકસભા સીટોમાંથી 19 સીટો પર ચૂંટણી લડી હતી. લાલુ યાદવની પુત્રી મીસા ભારતી પાટલીપુત્રથી અને લાલુનાં વેવાઇ ચંદ્રિકા રાય સારણથી ચૂંટણી હારી ગયા છે. આરજેડી 2014માં 4 બેઠકો મેળવવામાં સફળ રહ્યું હતું.

ભાજપથી અલગ થયેલા ઉપેન્દ્ર કુશવાહા બન્ને સીટ પરથી હાર્યા

રાજદ સાથે ગઠબંધનમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાલોસપા ખાતુ પણ ખોલાવી શકી નથી. રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીએ પાંચ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતાં. ખુદ કુશવાહા બે સીટ પર ચૂંટણી લડ્યા હતા,તેમજ બન્ને સીટ પરથી હાર્યા હતાં. ચૂંટણી પહેલા જ કુશવાહાએ એનડીએ થી છેડો ફાડ્યા બાદ મહાગઠબંધનમાં સામેલ થયા હતાં.2014માં રોલસપાએ એનડીએ સાથે મળીને ચૂંટણી લડી હતી.જેમાં 3 સીટો મેળવી હતી.

હરિયાણા : ચૌટાલા પરિવારનાં ત્રણ સભ્યો હાર્યા

હરિયાણાનાં પૂર્વ મુખ્યમંત્રી દેવીલાલ ચૌટાલાનાં પરિવારનાં ત્રણ સદસ્યો આ વખતે ચૂંટણીમાં હાર્યા છે. અજય ચૌટાલાનાં દિકરાએ ગત વર્ષે ઇન્ડિયન નેશનલ લોકદળથી છેડો ફાડીને જનનાયક જનતા પાર્ટી બનાવી હતી. દુષ્યંત ચૌટાલા જજપામાંથી અને અર્જુન ચૌટાલા ઇનેલો માંથી ચૂંટણી લડ્યા હતાં. જો કે ચૌટાલા પરિવારનાં ત્રણેય સદસ્યો ચૂંટણી હાર્યા છે. બન્ને પાર્ટીઓ હરિયાણાની દસ સીટોમાંથી એક પણ સીટ પર જીત્યા નથી 2014માં ઇનેલોને 2 બેઠકો મળી હતી.

કાશ્મીર: અનંતનાગથી મહેબુબા મુફ્તિ હાર્યા

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ સીએમ મહેબુબા મુફ્તિની પાર્ટી પીડીપી એક પણ સીટ જીતી શક્યું નથી. સ્વયં મહેબુબા મુફ્તિ અનંતનાગ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. મેહબુબા અહિં ત્રીજા નંબર પર રહ્યા છે. મહેબુબાની પાર્ટી 2014માં જમ્મ-કાશ્મીરની 6 સીટોમાંથી 3 બેઠકો જીતવામા સફળ રહ્યું હતું. 2014માં ખાતુ ન ખોલાવી શકનારી નેશનલ કોન્ફરન્સ આ વખતે 3 સીટો જીતવામાં સફળ રહ્યું છે. તેમજ ભાજપ પોતાની 3 સીટો બચાવી રાખવામાં સફળ રહ્યું છે.

READ ALSO

Related posts

CBSE Marking Formula : કયા આધારે નક્કી થયું CBSE 12મા નું પરિણામ, શું તમે આપી શકો છો રી-ટેસ્ટ?

Vishvesh Dave

બીજા લગ્ન કરવા માટે નિર્દયી પિતાએ 11 વર્ષની દીકરીને અનાથાશ્રમમાં ત્યજી દીધી, હવે 70 વર્ષના દાદી કરી રહ્યા છે ભરણપોષણ

Pritesh Mehta

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!