GSTV
Home » News » ગુજરાતની આ બેઠક પર મતગણતરીમાં છબરડો, થોડા ને ઘણાં 1.32 લાખ મતનો તફાવત આવ્યો

ગુજરાતની આ બેઠક પર મતગણતરીમાં છબરડો, થોડા ને ઘણાં 1.32 લાખ મતનો તફાવત આવ્યો

મધ્ય ગુજરાતમાં આવેલી આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે પરંતુ તેઓએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ એવી ફરિયાદ સાથેની રજુઆત કરી છે કે, મતગણતરીમાં 132,122 મતનો તફાવત દેખાય છે. આણંદની બેઠક પર 1105587 લોકોએ મતદાન કર્યું હતું. પરંતુ મતદાન કરતા વધારે મત એટલે કે 1237790નો આંકડો ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઇટ પર બતાવવામાં આવ્યો છે.

આમ આટલી મોટી સંખ્યામાં મતદાનનો તફાવત હોય આણંદ બેઠકનું પરિણામ જાહેર નહી કરવા માંગણી કરી છે. આમ છતાં જો પરિણામ જાહેર કરવામાં આવશે તો તેઓએ પોતાનો વિરોધ વ્યક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે.


બીજી બાજુ જિલ્લા ચૂંટણી અધિકારીએ આ સમગ્ર બાબતને ટેક્નિકલી ખામીને કારણે આંકડામાં ગડબડ થઇ હોવાનું કબૂલ્યું છે અને તે ભૂલ સુધારી લીધી હોવાનો દાવો કરાયો છે. તેમજ તેવી સ્પષ્ટતા પણ કરી છે કે, ભાજપના ઉમેદવારને 629543 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર 431895 મત મળ્યા હતા. ટેક્નિકલી ભૂલ થઇ હોવા છતાં હાર-જીતના પરિણામ પર તેની કોઇ અસર થઇ નથી તેવો બચાવ અધિકારીઓ કરી રહ્યાં છે.

Read Also

Related posts

ગૌરવ દહિયાના લગ્નેતર સંબંધ મામલે પીડિતાએ કહ્યું, ડીએનએ ટેસ્ટમાં સત્ય આવશે બહાર

Nilesh Jethva

કાંકરેજના મોટા જામપુરની નર્મદા મુખ્ય કેનાલમાથી બે પ્રેમી પંખીઙાના મૃતદેહ મળી આવ્યા

Path Shah

પંચમહાલનું આ ગામ આઝાદીના આટલા વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!