GSTV

મોદીની પ્રચંડ જીતની ગૂંજ દુનિયાભરમાં, વિદેશી મીડિયાએ લખ્યું-હિન્દુ રાષ્ટ્રવાદની વાપસી

Last Updated on May 24, 2019 by Bansari

ભારતમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભાજપે પ્રચંડ જીત સાથે ફરીથી સરકાર બનાવી. અને નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદે સત્તાનું સુકાન સંભાળશે. દુનિયાની સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના પરિણામ પર પણ વિદેશી મીડિયાની નજર હતી. ભાજપને મળેલા ઐતિહાસિક વિજયની દુનિયાના અખબાર અને મીડિયાએ પણ નોંધ લીધી. ભારતની લોકસભાની ચૂંટણી એ દેશની સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી છે.

અમેરિકાના વોશિંગટન પોસ્ટે શીર્ષક આપ્યું કે રાષ્ટ્રવાદની અપીલ સાથે ભારતના મોદીએ ચૂંટણી જીતી. ભારતીય મતદારોએ મોદીની શક્તિશાળી અને ગર્વાન્વિત હિંદુની છબી પર મોહર મારી. મોદીની જીત પર ધાર્મિક રાષ્ટ્રવાદની જીત છે.

બીબીસી વર્લ્ડે લખ્યું કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય ચૂંટણીમાં શાનદાર જીત મેળવીને પાંચ વર્ષનો બીજો કાર્યકાળ હાંસિલ કરી લીધો. આ બહુમતને પીએમ મોદીની હિંદુ રાષ્ટ્રવાદી રાજનીતિનું બહુમત બતાવાઈ રહ્યું છે.

ગલ્ફ ન્યુઝે સુનામો 2.0 સ્વીપ ઈન્ડિયા શીર્ષક આપ્યું. જેમાં લખ્યું છે કે દશકો બાદ ભાજપની અભૂતપૂર્વ જીત. વર્ષની શરૂઆતમાં મોદીની સામે ખેડૂતોની સમસ્યા, રોજગાર સંકટ, રાફેલ જેવા મુદ્દા પહાડની જેમ ઉભા હતા. પરંતુ પુલવામા અને ભારતની બાલાકોટમાં સ્ટ્રાઈક બાદ મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત શાહે ભાજપની કહાની નવી રીતે લખી.

ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ સમાવેશી ભારતનું વચન આપ્યું. હવે મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર રોજગાર, કૃષિ અન બેંકિંગ સેક્ટર હશે.

ન્યૂઝ એજન્સી એપીએ લખ્યું કે 68 વર્ષીય મોદીએ મોટી સાવધાની સાથે પોતાની છબી એક એવા સાધુ તરીકે બનાવી જેને રાજનીતિમાં ભારતનો વૈશ્વિક દરજ્જો વધુ ઉંચો વધારવામાં લેવાઈ.

પાકિસ્તાની અખબાર ધ ડૉને લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સામાન્ય ચૂંટણીમાં બહુમત મેળવીને બીજો કાર્યકાળ હાંસિલ કરી લીધો.

ધ ગાર્ડિયને લખ્યું કે મોદીની અસાધારણ લોકપ્રિયતાતી ભારતીય રાજનીતિ હવે હિંદુ રાષ્ટ્રવાદના એક નવા યુગમાં પ્રવેશ કરી ગઈ છે.

ન્યૂયોર્ક ટાઈમ્સે શીર્ષક આપ્યું કે ભારતના ચોકીદાર નરેન્દ્ર મોદીની ચૂંટણીમાં ઐતિહાસિક જીત. મોદીએ પોતાને ભારતના ચોકીદાર કહ્યા જ્યારે લધુમતીઓએ તેમની સરકારમાં પોતાને અસુરક્ષિત મહેસુસ કર્યા.

અલઝજીરાએ લખ્યુ કે મોદી પહેલા બીન કોંગ્રેસી વડાપ્રધાન છે જે પાંચ વર્ષના કાર્યકાળ બાદ ફરીથી સત્તામાં આવ્યા.

Read Also

Related posts

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જમ્મુમાં સતત મળી આવતા ડ્રોન વચ્ચે સ્ટેશનની નજીક દેખાયા બે શંકાસ્પદ લોકો, પહેર્યો હતો સેનાનો યુનિફોર્મ

Vishvesh Dave

મહારાષ્ટ્ર / શિવસેનાના કાર્યકરોએ મુંબઈ એરપોર્ટ પર કરી તોડફોડ, ‘અદાણી એરપોર્ટ’ના બોર્ડને પહોંચાડ્યું નુકસાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!