GSTV
Home » News » આજના દિવસે જ દિલ્હીમાં ભગવો લહેરાયો હતો, 5 વર્ષમાં આખા દેશ પર આ રીતે કર્યો કબજો

આજના દિવસે જ દિલ્હીમાં ભગવો લહેરાયો હતો, 5 વર્ષમાં આખા દેશ પર આ રીતે કર્યો કબજો

Narendra Modi BJP

નરેન્દ્ર મોદી પાંચ વર્ષ પહેલા આજના જ દિવસે બીજેપીના ઈતિહાસમાં સૌથી મોટી જીતના હીરો બનીને ઉભરી આવ્યા હતા. તે ગુજરાતના સીએમથી સીધા દેશના પીએમ બની ગયા. કશ્મીરથી કન્યાકુમારી સુધી બીજેપી કમલ ખીલાવવામાં સફળ રહ્યું. બીજેપીના સત્તા સિંહાસન પર બિરાજમાન થયા બાદ ઉત્તર પ્રદેશથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી મોદી લહેરના સહારે બીજેપીએ કમળ ખીલાવીને આખી દેશને ભગવા રંગમાં રંગી નાખ્યો.

2014માં પહેલી વખત સંસદ પહોંચીને નરેન્દ્ર મોદીએ ખુરશી સંભાળતાની સાથે જ ‘કોંગ્રેસ મુક્ત ભારત’નો નારો આપ્યો હતો. ત્યાર બાદ ગયા 5 વર્ષોમાં બીજેપીએ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ એક પછી એક ચૂંટણીમાં કોંગ્રેસને ઘણા રાજ્યોમાં હરાવ્યા. ક્યારેક આખી દેશ પર રાજ કરનારી 132 વર્ષ જુની કોંગ્રેસની સ્થિતિ આજે એ છે કે આખા દેશમાં તે ફક્ત 5 રાજ્યોમાં સમેટાઈ ગઈ છે. આઝાદી બાદ આ પહેલી વખત છે કે કોંગ્રેસની આવી હાલત થઈ છે.  

તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ 25 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ જેમાંથી 13 રાજ્યોમાં બીજેપીની સરકાર બની છે. પાછલા 5 વર્ષોમાં જ્યાં બીજેપી-એનડીએ 8 રાજ્યોથી વધીને 20 રાજ્યોમાં પહોંચી ગઈ છે ત્યાંજ કોંગ્રેસ 14થી ઘટીને હવે ફક્ત ત્રણ રાજ્યમાં સમેટાઈ ગઈ છે. પરંતુ 2018માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની વાપસી થઈ અને બીજેપીને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. આ રીતે કોંગ્રેસની સરકારનો થોડો આંકડો વધ્યો.

PM Modi coalition

પાછલા 5 વર્ષમાં બીજેપીએ મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, અસમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોઆ, ગુજરાત, હિમાચલ, મેઘાલય, ત્રિપુરા, નગાલેન્ડમાં પોતાની સરકાર બનાવી છે. આ ઉપરાતં બિહારમાં બીજેપીની હાર મળી હતી પરંતુ લગભગ ડોઢ વર્ષ બાદ જ તેનું ગઠબંધન જેડીયુ સાથે થયું અને આ રીતે બીજેપી અહીં પણ સત્તા પર આવી ગઈ. કર્ણાટકમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી, પરંતુ બહુમતી સાબીત ન કરી શકવાના કારણે તેના ઈરાદા પર પાણી ફરી ગયું.

rahul gandhi Jharkhand

ગયા પાંચ વર્ષમાં ન ફક્ત બીજેપીએ કોંગ્રેસને હરાવ્યું પણ સ્થાનીક પક્ષો પર પણ તે ભારે પડી છે. અહીં સુધી કે હવે તો ઉત્તર-પૂર્વમાં લેફ્ટને પણ હરાવી રહી છે. ત્યાં જ કાશ્મીરમાં પણ બીજેપી પીડીપી સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહી છે. પરંતુ 2018માં કાશ્મીરમાં આ ગઠબંધન ટૂટી ગયું.

pm modi

ક્યારેક આખા દેશ પર રાજ કરનારી કોંગ્રેસની હાલત એવી થઈ ગઈ હતી કે ફક્ત 2 રાજ્યો (મિઝોરમ, પંજાબ) અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડીચેરીની સત્તા પર કબજો હતો. પરંતુ ડિસેમ્બર 2018માં કોંગ્રેસે જબરદસ્ત વાપસી કરી. પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મધ્ય પ્રદેશ, રાજસ્તાન અને છત્તીસગઢમાં સરકાર બનાવી, પરંતુ મિઝોરમમાં ખો આપી. આમ હાલના સમયમાં કોંગ્રેસની પાંચ રાજ્યોમાં સરકાર છે.

DS Hooda

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રમાં પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે. આ રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી પોતાના રાજનૈતીક ઈતિહાસમાં સૌથી વધુ સીટો પર આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે 300થી વધુ સીટો જીતવાનો દાવો કર્યો છે.

Read Also

Related posts

Exit Poll: જાણો કોની બનશે સરકાર, પરિવર્તન કે પૂનરાવર્તન

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar

લોકસભા ચૂંટણી 2019નું મતદાન થયુ પૂર્ણ, છેલ્લાં તબક્કામાં 60.21% થયુ મતદાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!