GSTV
Home » News » સાંસદનું રિપોર્ટ કાર્ડ: અમરેલી સતત ત્રણ વર્ષથી નારણ કાછડીયા જ કેમ ભાજપની પહેલી પસંદ?

સાંસદનું રિપોર્ટ કાર્ડ: અમરેલી સતત ત્રણ વર્ષથી નારણ કાછડીયા જ કેમ ભાજપની પહેલી પસંદ?

સૌરાષ્ટ્રમાં રાજકીય રીતે સૌથી રસપ્રદ એવી અમરેલી બેઠક પર પણ ભાજપે વર્તમાન સાંસદ નારણ કાછડીયાને રીપિટ કર્યા છે. નારણ કાછડીયાને સતત ત્રીજીવાર ટિકિટ મળી છે. ગત ટર્મ દરમિયાન નારણ કાછડીયાની સંસદમાં કેવી કામગીરી રહી તેની પર નજર કરીએ.

આ બેઠક પર નારણ કાછડીયાએ ર૦૦૯માં જીત અપાવતા ર૦૧૪માં રિપિટ કરાયા હતા. ૧૯૯પમાં જિલ્લા પંચાયતમાં  પ્રમુખ બન્યા બાદ લોકસભા ટિકિટ મળી ત્યાં સુધી તેઓ જિલ્લા પંચાયતના સભ્ય રહ્યા હતા. ર૦૧૪માં ફરી ચૂંટાયા બાદ સંસદ તરીકેની તેમની કામગીરી પર નજર કરીએ તો.

નેતાજીનો હિસાબ

  • સંસદમાં નારણ કાછડીયાની 92 ટકા હાજરી 
  • સંસદમાં કાછડીયાએ 759 સવાલો પુછ્યા
  • પાછલી ટર્મમાં કાછડીયાએ 134 ચર્ચામાં ભાગ લીધો
  • કાછડીયાએ એક ખાનગી બિલ પણ રજુ કર્યુ

પાંચ વરસની ટર્મ દરમિયાન સાંસદને રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હોય છે આ ગ્રાન્ટનો કેવો ઉપયોગ કર્યો તેની પર નજર કરીએ તો..  

ગ્રાન્ટનો કેટલો ઉપયોગ ?

  • કાછડીયા દ્વારા 32.75 કરોડનાં કામોની ભલામણ કરાઇ
  • કેન્દ્રએ 25.71 કરોડનાં કામો મંજૂર કર્યા

ગ્રાન્ટમાંથી 22.59 કરોડ એટલે કે 88.37 ટકા ઉપયોગ કરાયો. ગત વિધાનસભા ચૂંટણીમાં આ લોકસભાની તમામ સાત બેઠકો પર ભાજપનો સફાયો થયો હતો. આવામાં આ બેઠક પર ભાજપ માટે રાહ આસાન નથી. આબેઠક પર દર વખતે ભાજપ કોંગ્રેસ બન્ને પાર્ટી દ્વારા પટેલ ઉમેદવારને જ ટીકિટ આપવામાં આવે છે. સૌથી વધુ પાટીદાર મતદારો આ બેઠક પર છે. કોંગ્રેસ આ બેઠક પર ભાજપને સૌથી મજબૂત પડકાર આપી શકે તેમ છે.

Read Also

Related posts

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar