GSTV
Home » News » લોકસભા ચૂંટણીનો આવો ઈતિહાસ નહીં જાણતા હોય તમે, 1951થી અત્યાર સુધીની આ છે રસપ્રદ વાત

લોકસભા ચૂંટણીનો આવો ઈતિહાસ નહીં જાણતા હોય તમે, 1951થી અત્યાર સુધીની આ છે રસપ્રદ વાત

આઝાદી બાદ ભારત એપ્રીલ 2019માં પોતાની 17મી લોકસભા ચૂંટણીનું સાક્ષી બનશે. પાછલી 16 સામાન્ય ચૂંટણીમાં દેશ અને ચૂંટણીની રીતોમાં ધણા બદલાવ આવ્યા છે. અત્યાર સુધીની ચૂંટણીમાં બનેલી અમુક રસપ્રદ વાતો અહીં વાંચો

મલ્ટિ-સીટ સિસ્ટમ

પહેલી બે સામાન્ય ચૂંટણીમાં અમુક સંસદીય ક્ષેત્ર એવા હતા જ્યાં 2થી વધુ સાંસદ પસંદ કરવામાં આવ્યા હતા. એક સામાન્ય વર્ગમાંથી અને બીજા એસસી/એસચી વર્ગમાંથી. 1951-52માં 86 અને 1957માં 92 સંસદીય ક્ષેત્ર 2 સાંસદો વાળા હતા. 1962માં આ વ્યવસ્થા પૂર્ણ થઈ.

એક જ ક્ષેત્રના એક સાથે ત્રણ સાંસદ

1951-52ના પહેલા સામાન્ય ચૂંટણીમાં એક સંસદીય ક્ષેત્ર એવું પણ હતું જ્યાંથી ત્રણ સાંસદ ચૂંટાઈને આવ્યા હતા. અને આ સંસદીય ક્ષેત્ર હતું નોર્થ બંગાળ

દરેક ઉમેદવાર માટે અલગ બેલટ

1951-52 પહેલા દરેક ચૂંટણીમાં દર ઉમેદવાર માટે સ્ટીલના અલગ બેલેટ બોક્સ બનાવવામાં આવ્યા હતા. કુલ 25.8 લાખ બેલેટ બોક્સનો ઉપયોગ થયો હતો.

8 અલગ અલગ સીટો પર જીતનાર એક જ નેતા

અટલ બિહારી વાજપેયી એક જ એવા નેતા હતા જેમણે 6 અલગ અલગ લોકસભા સીટોથી ચૂંટણી જીતી. ત્યાંજ બલરામપુર, ગ્વાલિયર, નવી દિલ્હી, વિદિશા, ગાંધીનગર અને લખનઉથી સાંસદ રહ્યા હતા.

હારનાર ધરતી પકડ

જોગેન્દર સિંહ ઉર્ફે ધરતી પકડ 1962થી 25 વખત ચૂંટણી હાર્યા. મોતના કારણે ચૂંટણી ન ટળે માટે તેમની કડક સુરક્ષા કરવામાં આવતી હતી. 1998માં તેમનું મોત થઈ ગયું હતું.

પહેલી વખત EVMનો ઉપયોગ

1982માં EVMનો પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો. કેરલના પરૂર વિધાનસભા ક્ષેત્રના 50 પોલિંગ બુથો પર EVMથી વોટિંગ કરવામાં આવ્યું.

4 રાજ્યોથી લોકસભામાં પહોંચવા વાળા એક જ નેતા

અટલ બિહારી વાજપેયી 4 રાજ્યોથી ચૂંટાઈ આવેલા અત્યાર સુધીના એક જ નેતા છે. તે યુપી, ગુજરાત, એમપી અને દિલ્હીથી સાંસદ બન્યા.

સૌથી મોટા અને નાના લોકસભા ક્ષેત્ર

રજિસ્ટર્ડ વોટરોની સંખ્યાની રીતે જોઈએ તો 2014માં સૌથી મોટું લોકસભા ક્ષેત્ર મલકાગિકી (29.5 લાખ વોટર) અને સૌથી નાનું લક્ષદ્વિપ (47,972 વોટર) હતા.

મહિલા સાંસદ

2014માં રેકોર્ડ 61 મહિલા સાંસદ. કુલ સીટોના 12 ટકા. પહેલા લોકસભા ચૂંટણીમાં કુલ 24 મહિલા સાંસદ હતી.

સૌથી મોંઘી ચૂંટણી

2019ના લોકસભા ચૂંટણી પર અંદાજે કુલ ખર્ચ 50 હજાર કરોડ થયો હતો.

સૌથી વરિષ્ઠ વોટર

ચૂંટણી કમિશન અનુસાર હિમાચલના કિન્નૌર જિલ્લાના 101 વર્ષીય શ્યામ સરન નેગી અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં વોટ આપી ચુક્યા છે.

8 રાજ્ય જ્યાં વધુ છે મહિલા વોટર

આંધ્ર, અરૂણાચલ, ગોવા, કેરળ, મણિપુર, મેધાલય, મિઝોરમ, તમિલનાડુ અને પોન્ડિચેરીમાં પુરુષ વોટરોથી વધુ મહિલા વોટરો છે.

Read Also

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah