GSTV
Home » News » કોઇ સાત ફેરા ફરતાં પહેલાં તો કોઇ તૂટેલા હાથે પહોંચ્યુ મતદાન કરવા, એક ક્લિકે જુઓ લોકશાહીના મહાપર્વની તસવીરી ઝલક

કોઇ સાત ફેરા ફરતાં પહેલાં તો કોઇ તૂટેલા હાથે પહોંચ્યુ મતદાન કરવા, એક ક્લિકે જુઓ લોકશાહીના મહાપર્વની તસવીરી ઝલક

Lok Sabha Election 2019


દેશભરમાં લોકશાહીના મહાપર્વને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો. કોઇ લગ્ન પહેલાં તો કોઇ જન્મ દિવસ ઉજવીને સીધુ મતદાન મથકે મતદાન કરવા પહોંચી ગયું. ક્યાંક કોઇ એક મતાદાતા માટે આખેઆખુ પોલીંગ બુથ ઉભુ કરાયુ તો કોઇ તૂટેલા હાથે મતદાન કરવા પહોંચ્યુ. ચાલો જોઇએ તેની તસવીરી ઝલક.

ગીરના જંગલમાં ફક્ત એક મતદાતા માટે થઇને આખેઆખુ પોલીંગ બુથ ઉભુ કરવામાં આવ્યું હતું. મતદાતા ભરતદાસ બાપુએ જણાવ્યું હતું કે સરકારે એક મત માટે થઇને ખર્ચ કર્યો છે અને મે મતદાન કર્યુ છે. અહીં 100 ટકા મતદાન થયું છે. બધે જ 100 ટકા મતદાન થાય તે માટે હું આપસૌને વિનંતી કરુ છું.

મહારાષ્ટ્રમાં શ્રદ્ધા નામની યુવતી પોતાના લગ્ન પહેલાં પોલીંગ બુથ પહોંચી હતી અને મતદાન કર્યુ હતું.

ઓરિસ્સામાં વિકલાંગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં મતદાન કર્યુ હતું.

પશ્વિમ બંગાળમાં આ શખ્સ પોતાની 87 વર્ષની વૃદ્ધ માતાને મતદાન માટે લઇ આવ્યો હતો તેની ઝલક.

મહારાષ્ટ્રના પુણેમાં સિનિયર સિટીઝન દંપતિ 93 વર્ષીય પ્રભાકર ભીડે અને તેમના 88 વર્ષીય પત્ની સુશીલા ભીડેએ મતદાન કર્યુ તે સમયની તસવીર.

દેશમાં લોકશાહીના પર્વને લઇને કેટલો ઉત્સાહ છે તે દર્શાવવા માટે આ તસવીર પૂરતી છે.

મતદાર યાદીમાં નામ નહી હોવાના કારણે ઘણા મતદારોને આજે લોકસભાની ચૂંટણીમાં મતદાનથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. જેમાં 90 વર્ષના સિનિયર સિટિઝન જ્યોત્સના બેન દેસાઈનો પણ સમાવેશ થતો હતો. દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેનનો તો આજે જન્મ દિવસ હતો. તેઓ જન્મદિવસ ઉજવીને સીધા મતદાન મથકે પરિવાર સાથે પહોંચ્યા હતા.જ્યાં ગયા બાદ તેમને ખબર પડી હતી કે, મતદાર યાદીમાં તો નામ જ નથી. જ્યોત્સનાબેનના ચહેરા પરનો ઉત્સાહ નિરાશામાં ફેરવાઈ ગયો હતો. તેમના પરિવારજનોના મોઢા પણ તેના કારણે પડી ગયા હતા. અમેરિકાથી આવેલા એનઆરઆઈ મતદાન કરવા ખાસ રોકાયા પણ મતદાર યાદીમાં નામ જ નહીં. 

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!