GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આગામી તબક્કામાં MPની 6 સીટો પર વોટિંગ, કોંગ્રેસ કરતાં વધુ કમલનાથની પરીક્ષા

Kamal Nath

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં મધ્યપ્રદેશની 29 સંસદીય સીટોમાંથી 6 સીટો પર 29 એપ્રિલે મતદાન થશે. ત્યારે હાલમાં જ રાજ્યમાં ફરી સત્તા મેળવનારી કોંગ્રેસ પાર્ટી અને મુખ્યમંત્રી કમલનાથની અગ્નિપરીક્ષા છે. કમલનાથ સામે પુત્રને જીતાડવાની સાથે સાથે બાકીની સીટો પર જીત અપાવવાની જવાબદારી છે.  જ્યારે છિંદવાડાને મૂકીને બાકીના વિસ્તારમાં બીજેપીની પકડ મજબૂત છે. જ્યાં કોંગ્રેસ લાંબા સમયથી જીત જોઈ શકી નથી. મધ્યપ્રદેશની જે 6 સીટો પર 29 એપ્રિલે મતદાન છે, ત્યાં 2014ની ચૂંટણીમાં 5 સીટો પર બીજેપીએ જીત મેળવી હતી. ત્યારે આ વખતે રાજકીય સમીકરણમાં બીજેપીને કોંગ્રેસ મોટો પડકાર આપી રહી છે. MPમાં પહેલાં તબક્કામાં બીજેપી અધ્યક્ષ રાકેશ સિંહ, આદિવાસી નેતા ફગ્ગન સિંહ કુલસ્તે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય અર્જૂન સિંહ અને કમલનાથના પુત્ર નકુલનાથની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે.

છિંદવાડા લોકસભા સીટ પર મુખ્યમંત્રી કમલનાથની રાજકીય વિરાસતને સંભાળવા માટે કમલનાથનાં પુત્ર નકુલનાથ કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતર્યા છે. નકુલનાથ સામે બીજેપીમાંથી આદિવાસી નેતા નથ્થન શાહ મેદાનમાં ઉતર્યા છે.તો બસપામાંથી જ્ઞાનેશ્વર ગજભિએ સહિત 14 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. સીધી લોકસભા સીટ પર કોંગ્રેસમાંથી અજય અર્જૂન સિંહ અને બીજેપીમાંથી હાલના સાંસદ રિતિ પાઠક મેદાનમાં ઉતર્યા છે. તો બસપાના રામલાલ પનિક સહિત 26 ઉમેદવારો મેદાનમાં છે. તો જબલપુર લોકસભા સીટ પર બીજેપીના રાકેશ સિંહ સામે કોંગ્રેસના વિવેક કૃષ્ણા તન્ખા મેદાનમાં ઉતર્યા છે. તો બસપાના રામરાજ રામ સહિત 22 ઉમેદવારો સામે જંગ છે.

શહડોલ લોકસભા સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. અહીં બીજેપીમાંથી હિમાદ્રી સિંહ, કોંગ્રેસમાંથી પર્લિમા સિંહ અને બસપાના મોહદલ સિંહ પાવ સહિત 13 ઉમેદવાર મેદાનમાં છે. મંડલા લોકસભા સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. અહીં બીજેપીમાંથી હાલનાં સાંસદ ફગ્ગન સિંહ કુલસ્તેનો મુકાબલો કોંગ્રેસના કમલસિંહ મરાવી સાથે છે. બાલાઘાટ લોકસભા સીટ પર કોંગ્રેસમાંથી મધુ ભગત, બીજેપીમાંથી ડૉ. ઢાલ સિંહ બિસેન અને બસપામાંથી કંકર મુંજારે સહિત 23 ઉમેદવારો મેદાનમાં છે.

READ ALSO

Related posts

દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક બની શકે છે ભારતીય પોસ્ટ, ગ્રામિણ બેંકોનું થઈ શકે છે વિલિનીકરણ

Pravin Makwana

અમદાવાદની સોલા સિવિલના આઇ.સી.યુ વોર્ડની દયનીય સ્થિતિનો વીડિયો વાયરલ

Nilesh Jethva

સુરતમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની હપ્તાખોરીનો વીડિયો વાયરલ થતા નાયબ પોલીસ કમિશનરે કરી મોટી કાર્યવાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!