GSTV
Home » News » ભાજપ માટે હવે જ ખરો ખેલ, 357 બેઠકોમાંથી 221 બેઠકો છે દાવ પર

ભાજપ માટે હવે જ ખરો ખેલ, 357 બેઠકોમાંથી 221 બેઠકો છે દાવ પર

loksabha election 2019

મોદી લહેર પર સવાર બીજેપી 2014માં લોકસભા ઈલેક્શનમાં જમ્મૂ-કશ્મીરના લદ્દાખથી લઈને દક્ષિણના કન્યાકુમારીની સીટ પર કમળ ખીલવવામાં સફળ રહી હતી. 2014માં બીજેપીને 282 સીટો મળી હતી. ત્યારે હાલમાં 543 લોકસભા સીટોમાંથી બે તબક્કામાં 186 સીટો માટે વોટિંગ થયા બાદ હવે 357 સીટો પર મતદાન થશે. બાકીનાં જે પાંચ તબક્કામાં મતદાન થવાનું બાકી છે. તેમાંથી બીજેપીએ જીતેલી 221 સીટો દાવ પર છે. એવામાં બીજેપી સામે આ સીટો પર પકડ રાખવી પડકારરૂપ છે.

લોકસભા ઈલેક્શન 2019 માટે હાલમાં બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યુ છે. જેમાંથી પહેલાં તબક્કામાં 91 અને બીજા તબક્કામાં 95 સીટોનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત તો એ છે કે પહેલાં ચરણમાં બીજેપી પાસે 32 અને બીજા ચરણમાં 27 સીટો હતી. એટલે કે બીજેપીએ જીતેલી 282 સીટો માંથી 61 સીટો પર મતદાન થઈ ગયુ છે. બાકી બચેલાં 221 સીટો પર 5 તબક્કામાં મતદાન થશે. હવે જે બાકીનાં રાજ્યોમાં મતદાન થવાનું છે ત્યાં બીજેપીએ પુરી રીતે વિપક્ષનો સફાયો કરી નાખ્યો હતો.

ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહનાં ગૃહ રાજ્ય ગુજરાતમાં 26 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. 2014માં બીજેપી અહીંયા બધીજ સીટો જીતવામાં સફળ રહી હતી. ત્યારે હવે આ ચૂંટણીમાં પાર્ટી સામે આ સીટોને બચાવી રાખવી પડકાર રૂપ છે. એના સિવાય કર્ણાટકની 28 સીટોમાંથી 14 સીટો પર વોટિંગ થઈ ગયુ છે. અને બાકી બચેલી 14 સીટો પર ત્રીજા તબક્કામાં મતદાન થશે. 2014માં બીજેપીને 17 સીટો મળી હતી. ત્યારે ત્રીજા તબક્કો બીજેપી માટે ખાસ મહત્વપૂર્ણ છે.

Patidar votes bjp

મધ્યપ્રદેશની 29 સીટો પર છેલ્લાં તબક્કામાં મતદાન થશે. આગલા ઈલેક્શનમાં અહીંયા બીજેપી 27 સીટો જીતવામાં સફળ રહી હતી. હાલમાં જ થયેલાં વિધાનસભાનાં ઈલેક્શનમાં બીજેપીને માત આપીને કોંગ્રેસ ફરી સત્તામાં આવી છે. એવાંમાં બીજેપી માટે પોતાની સીટો પર પકડ રાખવી મુશ્કેલ છે. એના સિવાય રાજસ્થાનની 25 સીટો પર ચોથા અને પાંચમા તબક્કામાં મતદાન થશે. 2014ના લોકસભા ઈલેક્શનમાં બીજેપી દરેક સીટો જીતવામાં સફળ રહી હતી. મધ્યપ્રદેશની જેમ જ રાજસ્થાનમાં પણ બીજેપીને માત આપીને કોંગ્રેસ સત્તામાં આવી છે. એવામાં બીજેપી પાસે ફરી આ સીટો પર જીત મેળવવી મુશ્કેલ છે.

ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી 16 પર મતદાન થઈ ગયુ છે. બાકી બચેલી 64 સીટો પર મતદાન થવાનું બાકી છે. ત્યારે 2014માં ભાજપને 64માંથી 57 સીટો પર જીત મળી હતી. આ વખતે સપા-બસપા ગઠબંધન કરીને મેદાનમાં ઉતરી છે. ત્યારે બીજેપી માટે સીટો બચાવીને રાખવી મુશ્કેલ બનશે. જ્યારે ઝારખંડની 14 લોકસભા સીટો પર છેલ્લાં તબક્કામાં મતદાન થશે. બીજેપી 2014માં 13 સીટો જીતી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ-જેએમએમ સહિત ઘણાં દળો સાથે મળીને મેદાનમાં ઉતર્યા છે.

બિહારની 40 લોકસભા સીટોમાંથી 9 સીટો પર મતદાન બાદ 31 સીટો પર પાંચમાં તબક્કામાં મતદાન થશે. બીજેપીને છેલ્લે 22 સીટો મળી હતી. ત્યારે આ વખતે કોંગ્રેસ, આરજેડી, આરએલએસપી સહિત તમામ દળો મહાગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બીજેપી પાસે બિહારમાં વર્ચસ્વ ટકાવી રાખવું અઘરુ છે. તેના સિવાય દિલ્લીની 7 અને હરિયાણાની 11 સીટો પર છઠ્ઠા ચરણમાં વોટિંગ મળશે. 2014માં બીજેપી દિલ્હીની દરેક સીટો જીતવામાં સફળ રહી હતી.

તો હરિયાણામાં 8 સીટો પર જીત મળી હતી.. આ વખતે બંને રાજ્યોની સીટોને બચાવીને રાખવી સરળ નથી. જ્યારે પશ્વિમ બંગાળની 42 સીટોમાંથી 5 સીટો પર મતદાન થઈ ગયુ છે, અને 37 સીટો પર પાંચમાં તબક્કામાં મતદાન થશે. એના સિવાય ઓડિશા અને અસમની સીટો પર પણ મતદાન થવાનું બાકી છે. બીજેપીને ફરી સત્તામાં આવવા માટે બાકીનાં પાંચ તબક્કાના મતદાન મહત્વનાં માનવામાં આવે છે. 2014ના લોકસભા ઈલેક્શનમાં બીજેપી 282 સીટો જીતી હતી, જેમાં 2009ના ઈલેક્શનની તુલનાએ 166 સીટોનો ફાયદો થયો હતો. જ્યારે કોંગ્રેસને 44 સીટો મળી હતી તેને 2009ની તુલનાએ 164 સીટોનું નુકસાન થયુ હતુ. એવામાં બાકીના તબક્કાનું મતદાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ માટે અગ્નિપરીક્ષાથી કમ નથી.

READ ALSO

Related posts

લોકસભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Mansi Patel

સીબીઆઈ, ઈડીની જેમ ચૂંટણી પંચનું પણ ભાજપ સાથે ગઠબંધન : આ મહિલા નેતાને કાવતરાની શંકા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!