GSTV
Home » News » કોલકતા નજીક ભાજપના નેતાની કારમાં તોડફોડ, બંગાળમાં કેન્દ્રીય દળોની ૮૦૦ કંપની ઉતારાઇ

કોલકતા નજીક ભાજપના નેતાની કારમાં તોડફોડ, બંગાળમાં કેન્દ્રીય દળોની ૮૦૦ કંપની ઉતારાઇ

પ.બંગાળમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબકકાથી હિંસાની ઘટનાઓ બનતી આવે છે. મંગળવારે અમિત શાહના રોડ શો દરમિયાન થયેલ બબાલનું રાજકારણ હજુ તાજુ જ છે ત્યાં ગુરૂવારે કોલકતાના ડમડમમાં ટીએમસીમાંથી ભાજપમાં આવેલા નેતા મુકુલ રોયની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.નાગર બજારમાં ભાજપના નેતા મુકુલ રોયની કારમાં રાત્રે ૧૧.૧પ વાગ્યા આસપાસ આ હુમલો કરવામાં આવ્યો હતો.

ભાજપ આ માટે તૃણમુલ કોંગ્રેસના સમર્થકો પર આક્ષેપ કરે છે જયારે તૃણમુલ કોંગ્રેસ કહે છે કે આ ઘટનાને તેમના કાર્યકરો સાથે કંઇ લેવા દેવા નથી. તૃણમુલનો આરોપ છે કે ભાજપના નેતા અહી રૂપિયા વહેચવા આવ્યા હતા.રાત્રે ૧ર વાગ્યા પછી મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને કેન્દૃીય સુરક્ષા દળો સ્થળ પર પહોચ્યા હતા અને તોડફોડ કરનારાની અટકાયત કરી સાથે લઇ ગયા હતા.

પ.બંગાળમાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓને નજર સમક્ષ રાખીને ચુંટણી પંચે સાતમા અને અંતિમ તબકકાના મતદાન માટે અહી કેન્દૃીય સુરક્ષા દળોની ૮૦૦ ટુકડીઓ સુરક્ષા બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી છે.છેલ્લા તબકકામાં અહી ૯ બેઠકો માટે રવિવાર તા.૧૯ ના રોજ મતદાન થવાનું છે. કોલકતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં હિંસાના રપ કલાક બાદ ચૂંટણી પંચે બુધવારે રાત્રે બે મહત્વના નિર્ણયો લીધા હતા.

ચૂંટણી પંચે પ.બંગાળની ૯ લોકસભા બેઠકો માટે નિર્ધારિત સમય કરતા ૧૯ કલાક પહેલા એટલે કે ગુરૂવાર રાત્રે ૧૦ કલાકથી ચૂંટણી પ્રચાર બંધ કરવા આદેશ આપ્યો હતો. તો પંચે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી.પંચે બંગાળના મુખ્ય સચિવ (ગૃહ) અત્રી ભટાચાર્યને હોદા પરથી દૂર કર્યા હતા અને સીઆઇડીના એડીજી રાજીવકુમારને પણ તેના હોદા પરથી દૂર કર્યા હતા.આ બંને અધિકારી મમતાના ખાસ અધિકારી ગણાવાય છે. અધિકારીઓ સામે પગલાથી મમતા ભડકી હતી અને ચૂંટણી પંચની સાચી ખોટી વાતો કરી હતી.

Read Also

Related posts

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

સોશિયલ મીડિયા પર શુભકામનાઓનું ઘોડાપુર : Tweeter પર પ્રધાનમંત્રીનો જન્મદિવસ 10માંથી 7માં ટ્રેન્ડ

Mayur

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!