GSTV
Home » News » ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Amit Shah dinner

લોકસભા ચૂંટણી 2019 પુરી થયા બાદ એક્ઝિટ પોલથી ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સૌથી વધારે એક્ઝિટ પોલમાં બીજેપીના NDAને 300થી વધારે સીટો મળવાનું અનુમાન છે. ત્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહ એક્ઝિટ પોલનાં પરિણામોથી ખુશ થઈને NDAના નેતાઓને મંગળવારે રાત્રે ખાસ ડિનર માટે બોલાવ્યા છે. શાહનું આ ડિનર શાહી હશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના સીએમ અને જેડીયુ અધ્યક્ષ નીતીશ કુમાર, એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવાન સહિત એનડીએના દિગ્ગજ નેતાઓનો જમાવડો થશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમિત શાહ દિલ્હીનાં અશોકા હોટલમાં ડિનરનું આયોજન કર્યુ છે. જ્યાં સાંજે 7.30થી મહેમાનો આવવાના શરૂ થઈ જશે. તેમની ખાતરદારી માટે સારામાં સારી ગોઠવણ કરાઈ રહી છે. મેન્યૂમાં દરેક NDA સહયોગીઓ માટે તેમની મનપસંદ ચીજોને સામેલ કરવામાં આવી છે. લગભગ 35 અલગ અલગ રીતનાં વ્યંજન પીરસાશે. ડિનરમાં પ્રધાનમંત્રી મોદી પણ ભોજન લેશે. એટલા માટે ખાસ કરીને ઘણી ગુજરાતી ડીશો પણ પીરસાશે.

ઉદ્ધવ ઠાકરે માટે પૂરણપોળી

મીડિયા રિપોર્ટસ મુજબ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને પણ આમંત્રિત કરાયા છે. તેમના માટે ખાસ કરીને મહારાષ્ટ્રીયન ડિશ બનાવવામાં આવશે. જેમાં પૂરણપોળીનો સમાવેશ થાય છે. જોકે, સૂત્રો મુજબ, તેઓ હાલમાં યુરોપમાં છે. એટલે તેઓ ડિનર ઉપર નહી જઈ શકે, પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે શિવસેનાના સુભાષ દેસાઈ સામેલ થશે.

નીતીશ કુમાર માટે લિટ્ટી-ચોખા, સત્તૂ

સૂત્રો મુજબ અમિત શાહનાં ડિનરમાં બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને લિટ્ટી-ચોખા અને સત્તૂ પીરસવામાં આવશે. મેન્યૂમાં બિહારનાં 2-3 વ્યંજન પણ સામેલ છે.

નોર્થ ઈસ્ટનાં નેતાઓની પસંદગીનું ખાસ ધ્યાન રખાયુ

અમિત શાહના આ ડિનર પાર્ટીમાં નોર્થ ઈસ્ટનાં નેતાઓ પણ સામેલ થશે. જેના માટે ખાસ કરીને મોર્થ ઈસ્ટનાં ફેમસ વ્યંજનોનો પણ સમાવેશ કરાશે. સાથે પંજાબનાં અકાલી દળનાં નેતા ડિનરમાં આવવાના હોવાને કારણે મેન્યૂમાં પંજાબી તડકાની અસર પણ જોવા મળશે.જોકે, અકાલીદળનાં નેતા પ્રકાશસિંહ બાદલ પણ કોઈ કારણોસર ડિનર પાર્ટીમાં હાજરી આપી શકશે નહી.

NDAએક પરિવારનો સંદેશ આપવાના પ્રયાસો

બીજેપી કાર્યાલયના સૂત્રોનું કહેવું છેકે, આ ડિનરનું મેન્યૂ એવી રીતે તૈયાર કરાયુ છેકે, અલગ-અલગ રાજ્યોના નેતાઓ અલગ અલગ સ્વાદ ચાખી શકે. આ ડિનર દ્વારા સંદેશ આપવાના પ્રયાસો રહેશે, કે NDAમાં ભલે અલગ અલગ રાજ્યોનાં નેતાઓ હોય, પરંતુ તેઓ એક પરિવારના સદસ્ય છે.

READ ALSO

Related posts

ત્રિપલ તલાકના કાયદા પ્રમાણે ગુજરાતના આ શહેરમાં નોંધાઈ પહેલી પોલીસ ફરિયાદ

Path Shah

ફુટબોલને અલવિદા કહી શકે છે આ દિગ્ગજ ખેલાડી, સંન્યાસની અટકળો વચ્ચે આપ્યું મોટું નિવેદન

Path Shah

પાકિસ્તાને સુંદરબનીમાં ફરી કર્યુ સીજફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!