GSTV
Home » News » Loksabha 2019: CM વિજય રૂપાણી પર હશે આ મોટી જવાબદારી, જાણો છો કેવી રીતે પહેલી વાર મળ્યા હતા PM મોદીને?

Loksabha 2019: CM વિજય રૂપાણી પર હશે આ મોટી જવાબદારી, જાણો છો કેવી રીતે પહેલી વાર મળ્યા હતા PM મોદીને?

ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. જોકે આ વખતે ભાજપે ગુજરાતમાં પોતાનો ગઢ સન્માનજનક રીતે બચાવી રાખવા માટે ઘણી મહેનત તો કરવી પડશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે જાતિગત આંદોલનોને શાંત પાડવા એક મોટા પડકાર સમાન રહ્યાં છે. હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર જેવા યુવા નેતાઓ પાછા સક્રિય થયા છે.

રાજ્યમાં ખેડૂતો અને બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓ પણ છે. તો, બીજી બાજુ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીના પરિણામોથી જાણે સંજીવની મળી હોય. સ્વાભાવિક છે કે આ વખતે વિપક્ષ પણ લડી લેવાના મૂડમાં છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ ઘણો છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ સંઘમાં જોડાયા.

ઈમરજન્સી દરમિયાન તેઓ 11 મહિના જેલમાં પણ રહ્યાં. 24 વર્ષની ઉંમરમાં તેઓ ભાજપ સાથે જજોડાયા. અને સમય જતા તેમની રાજકારણ પર પકડ પણ મજબૂત થવા લાગી.

મોદી સાથે ઈમરજન્સીના સમય વખતે થયો પરિચય

વિજય રૂપાણી એકમાત્ર એવા ભાજપના મંત્રી છે જેઓ ઈમરજન્સીમાં જેલ જઈ ચૂક્યા છે. 1971માં સંઘ સાથે જોડાયેલા રૂપાણીનો મોદી સાથેનો પરિચય ત્યારથી છે.

રૂપાણી જ્યારે ઈમરજન્સી દરમિયાન જેલમાં રહ્યા ત્યારે તેમણે રૂસી ભાષા શીખી હતી. તેઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ઘણાં જાગૃત છે. તેઓ દરરોજ જૉગિંગ કરે છે. રાજકોટ વૉકિંગ ક્લબના અધ્યક્ષ પણ છે રૂપાણી.

રાજનૈતિક જીવન

 • એબીવીપીથી જોડાઈને રાજકારણમાં પ્રવેશ્યા
 • 1971માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા
 • 1976ની ઈમરજન્સી દરમિયાન તેમને 11 મહિનાની જેલ કરવામાં આવી અને ભુજ તેમજ ભાવનગરની જેલમાં મોકલી અપાયા
 • 1980માં ભાજપમાં જોડાયા
 • 1987માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને ડ્રેનેજ કમિટીના ચેરમેન બન્યા.
 • ત્યારબાદ સ્ટેન્ટિંગ કમિટી ચેરમેન, રાજકોટના મેયર તરીકે કામગીરી કરી.
 • 2014માં પહેલી વખત રાજકોટ પશ્વિમ સીટથી વિધાનસભા ચૂંટણી જીતી, મંત્રી બન્યા
 • 2016માં ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા, અને આ જ વર્ષે મુખ્યમંત્રી પણ. જોકે તેમણે પોતાના અધ્યક્ષ પદથી રાજીનામુ આપી દીધું.

Read Also:

વ્યક્તિગત જીવન

 • 1956માં બર્મા (હવે મ્યાનમાર)ના રંગૂનમાં જન્મ થયો. બર્મામાં રાજકીય અસ્થિરતાના કારણે તેમનો પરિવાર 1960માં રાજકોટ આવી ગયો.
 • સૌરાષ્ટ્રમાંથી બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો
 • વાંચનનો શોખ છે
 • તેમના પિતાજીની પેઢી રસિકલાલ એન્ડ સન્સમાં તેઓ પાર્ટનર છે. તેઓ અગાઉ સ્ટોક બ્રોકર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
 • દીકરાના મૃત્યુ બાદ તેના નામ પર સમાજસેવા ટ્રસ્ટ ચલાવે છે

Related posts

બનાસકાંઠા: મોતની સવારીનો સિલસીલો યથાવત,પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન

Riyaz Parmar

સાસણગીરમાં આવતીકાલથી ચાર માસ સુધી નહી થઈ શકે સિંહના દર્શન, આ છે તેનું કારણ

Nilesh Jethva

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ઉપર ગાળીયો કસાયો, કોર્ટે આ મામલે લગાવી રોક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!