લોક રક્ષક ભરતીની પરીક્ષા થઈ રદ્દ, આ કારણથી કરાઈ આવી જાહેરાત

આજે રાજ્યભરમાં આયોજિત થયેલી લોક રક્ષક ભરતી બોર્ડની પરીક્ષા હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે. આજે આયોજિત પરીક્ષાનું પ્રશ્નપત્ર અસામાજિક તત્વો દ્વારા લીક કરીદેવામાં આવ્યુ છે. જેથી પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાતકરવામાં આવી છે અને આથી પોણા નવ લાખ ઉમેદવારોએ પરીક્ષાકેન્દ્ર સુધી ધક્કો ખાવાનો વારો આવ્યો છે. પરીક્ષા પહેલા જપેપર લીકની માહિતી મળતા સત્વરે પરીક્ષા લીક કરવાનો નિર્ણય કરાયો છે. એક મહિના બાદ ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યના 29 શહેરોમાં લોકરક્ષકની 9,713 બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી. થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખીત પરીક્ષા આપવાના હતા. લેખીત પરીક્ષા માટે 2,440 શાળા/કોલેજોના 29,200 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

કુલ 100 ગુણની પરીક્ષાનો સમય સાંજે 3થી 4 કલાકનો છે. પરંતુ વિદ્યાર્થીઓને બપોરે 12થી 2:3૦ કલાક દરમિયાન પ્રવેશ લેવાની સુચના અપાઈ હતી. કારણ કે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું બાયો મેટ્રિક સિસ્ટમથી ચકાસણી કરવામાં આવશે.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષની ભરતી શરૂઆતમાં 6189 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી 3524 બેઠકોનો વધારો કરાતા કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં કુલ બેઠકના આઠ ગણા એટલે કે,77,704 ઉમેદવારોને પ્રેક્ટિકલના મેરિટ માટે સમાવવામાં આવશે.

પરીક્ષાવ્યવસ્થા તંત્ર પર સવાલ               

કોની બેદરકારીના કારણે પેપર લીક થયું?

પરીક્ષા કેન્દ્ર પર સઘન સુરક્ષા પણ શા માટે પેપર જ નથી રહેતા સુરક્ષિત?

સ્ટ્રોંગરૂમમાં પેપર હોવા છતાં કઈ રીતે લીક થયા પેપર?

લાખો ઉમેદવારોની વર્ષોની તૈયારી પર કોણ પાણી ફેરવી રહ્યું છે?

અસામાજિક તત્વોની એવી તો કેવી પહોંચ કે  પેપર લીક કરી શકે?

પેપર લીક કરનારા કોણ છે ગદ્દારો?

લાખો ઉમેદવારોની વર્ષોની તૈયારી પર કોણ પાણી ફેરવી રહ્યું છે?

અસામાજિક તત્વોની એવી તો કેવી પહોંચ કે  પેપર લીક કરી શકે?

પેપર લીક કરનારા કોણ છે ગદ્દારો?

શું પેપરલીક કરનારા મોટા માથાઓની થશે ધરપકડ?

લાખોવિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફેરવનારાઓ ક્યારે ઝડપાશે?

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter