લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો માથે પડ્યા પર પાટુ, ગાંધીનગરમાં કરાયો લાઠીચાર્જ

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારે ગાંધીનગરની એલડીઆરપી કોલજ ખાતે વિધાર્થીઓ રસ્તા પર ઉતરી આવી ચક્કાજામ કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેથી મોટી સંખ્યામાં પોલીસ ઉતારી દેવામાં આવી હતી. લાઠીચાર્જના પગલે વિધાર્થીઓમાં નાસભાગ મચી હતી. જોકે, બાદમાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા જ વિદ્યાર્થીઓને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડ્યો…જેમાં પરિક્ષા આપવા દૂરદૂરથી આવેલા વિદ્યાર્થીઓને પોતાના વતન પાછા ફરવા માટે એસટી ડેપો પર ભારે ભીડ જોવા મળી. ભાવનગર એસટી ડેપો પર અઢળક વિદ્યાર્થીઓના ધસારાને લઇને એસટી વિભાગે તાત્કાલીક 7 જેટલી વધારાની બસોનું આયોજન કરવું પડ્યુ હતું. તો આ સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter