GSTV
Home » News » તાવને કારણે શ્રીલંકા વિરુદ્ઘ પહેલી ટેસ્ટ મેચ નહી રમી શકે ભારતનો આ બેટ્સમેન

તાવને કારણે શ્રીલંકા વિરુદ્ઘ પહેલી ટેસ્ટ મેચ નહી રમી શકે ભારતનો આ બેટ્સમેન

શ્રીલંકાના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાને પહેલી ટેસ્ટ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદન જારી કરીને જાણકારી આપી કે બેટ્સમેન લોકેશ રાહુલ તાવને કારણે પહેલી ટેસ્ટ મેચ રમી નહી શકે. પહેલી ટેસ્ટ મેચ 26 જૂલાઇથી ગૉલ ક્રિકેટ મેદાન પર રમવામાં આવશે.

BCCIના નિવેદન અનુસાર, ”BCCIની મેડિકલ ટીમે બેટ્સમેન લોકેશ રાહુલ બીમાર હોવાની પુષ્ટિ કરી છે. જોકે તેની તબિયતને લઇને ચિંતાની કોઇ વાત નથી, તે ઝડપથી ઠીક થઇ રહ્યો છે. મેડિકલ ટીમ તેમની તબિયત ઠીક થવાથી સંતુષ્ટ છે.પરંતુ રાહુલને હાલમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે, તે માટે તેઓ શ્રીલંકા વિરુદ્ઘ પહેલી ટેસ્ટ મેચ નહી રમે.”

રાહુલ તાજેતરમાં ખભાની ઇજા બાદ ટીમમાં જગ્યા બનાવવા માટે સફળ થયો હતો. તેણે ઑસ્ટ્રેલિયાની વિરુદ્ઘ ઘરેલૂ ટેસ્ટ સીરિઝમાં ખભા પર ઇજા પહોંચી હતી. આ કારણથી તે IPL, ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારતના વેસ્ટઇન્ડિઝના પ્રવાસ પર પણ ટીમ સાથે ગયો ન હતો.

ભારત શ્રીલંકા સામે 3 ટેસ્ટ મેચ, 5 વન ડે અને 1 T-2O મેચ રમશે.

 

Related posts

Asia XI vs World XI: બીસીબીએ જાહેર કરી એશિયા XI ટીમ, વિરાટ સહિત 6 ભારતીય સામેલ

Pravin Makwana

આજના જ દિવસે ક્રિકેટના આ મહાન બેટ્સમેને દુનિયાને કહ્યું હતું અલવિદા, રડી પડ્યું હતું સમગ્ર ક્રિકેટ જગત

Bansari

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ત્રણ મોટા બદલાવની સાથે ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, પંત અને અશ્વિન થઈ શકે છે બહાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!