GSTV

IPL માં ક્રિકેટર લોકેશ રાહુલે ફટકારી શાનદાર સદી, આ અનોખી સિદ્ધિ વિશે ભાગ્યે જ જાણતા હશે ફેન્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબના લોકેશ રાહુલે શાનદાર સદી ફટકારી હતી. તેણે 69 બોલમાં 132 રન ફટકાર્યા હતા. આમ કિંગ્સ ઇલેવન પંજાબે આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 97 રનથી કારમો પરાજય આપ્યો હતો. રાહુલે ઇનિંગ્સના પ્રારંભથી જ આક્રમક બેટિંગ કરી હતી પરંતુ અંતિમ ઓવર્સમાં તો તે વધુ ખતરનાક બની ગયો હતો.

ચાર સિક્સર અને બે ચોગ્ગા ફટકાર્યા

રાહુલે 62 બોલમાં તેના 100 રન પૂરા કર્યા હતા તેનો અર્થ એ થયો કે, છેલ્લા સાત બોલમાં તેણે વધુ 32 રન ફટકારી દીધા હતા. સાત જ બોલમાં 32 રન. રાહુલે સદી પૂરી કરવામાં 12 ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી તેનો અર્થ એ થયો કે બાકીના સાત બોલમાં તેણે ચાર સિક્સર અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.

ચાર ઓવરમાં 60 રન ફટકારી દીધા

તે સિવાય પણ રાહુલે એક અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે છેલ્લી ચાર ઓવરમાં 60 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન તે 18 બોલ રમ્યો હતો. IPLના ઇતિહાસમાં છેલ્લી ચાર ઓવરમાં કોઈ બેટ્સમેન આટલા રન ફટકારી શક્યું નથી. અગાઉ 2016માં વિરાટ કોહલીએ ગુજરાત લાયન્સ સામે છેલ્લી ચાર ઓવરમાં 14 બોલ રમીને 57 રન ફટકાર્યા હતા તો આન્દ્રે રસેલે 2019માં મુંબઈ ઇન્ડિયન્સ સામે છેલ્લા ચાર ઓવરમાં 17 બોલ રમીને 50 રન ફટકાર્યા હતા. હજી આ જ સિઝનમાં દિલ્હી કેપિટલ્સના માર્કસ સ્ટોઇનિસે પંજાબ સામે છેલ્લી ચાર ઓવરમાં 49 રન ફટકાર્યા હતા. એ વખતે તે 14 બોલ રમ્યો હતો.

READ ALSO

Related posts

ગંદી બાત 2 ફેઇમ અન્વેષી જૈનનો જુઓ કિલર લૂક, ફોટો જોઈ નજર નહી હટાવી શકે ફેન્સ

Ankita Trada

જેલમાં બેઠાબેઠા પણ લાલુ યાદવ તેજસ્વીને સીએમ બનાવવા થયા સક્રિય, આ નેતાઓને કર્યા ફોન

Karan

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ નિધન બાદ પરિવાર માટે શું મૂકીને ગયા, આટલી છે સંપત્તિ

Karan
Do NOT follow this link or you will be banned from the site!