GSTV
Home » News » હાર બાદ આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એવું તો શું લખ્યું કે ભડકી ઉઠ્યા ફેન્સ!

હાર બાદ આ ખેલાડીએ સોશિયલ મીડિયા પર એવું તો શું લખ્યું કે ભડકી ઉઠ્યા ફેન્સ!

ભારતીય ખેલાડી કે એલ રાહુલ ટ્વીટર પર ભારતની હાર બાદ તુતર જ સાથી ખેલાડી ઈશાંત શર્માને જન્મદિનની વધામણી દેવા બદલ ટ્રોલ થયો છે. રવિવારે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેંડ સામે ભારતનો 60 રને પરાજય થયો હતો. જીતવાં માટે 245 રનનાં પડકાર સામે ભારતની ટીમ 185 પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

જેમાં કેપ્ટન કોહલી અને વાઈસ કેપ્ટન રેહાનેની અડધી સદી બાદ કરતાં પુરી ટીમ 83 રન જ કરી શકી હતી. ત્યારે કે એલ રાહુલને જાણે પોતાનું સોશિયલ મીડિયા એકાઉંટ અપડેટ કરવાંની ખુબ જ ઉતાવળ હતી. આથી તેણે ભારતની હાર બાદ ગણત્રીની મિનિટોમાં જ ટ્વીટ કરી હતી. અને સાથી ખેલાડી ઈશાંત શર્માને જન્મદિવસની વધામણી આપી હતી. તેણે પોતાની ટ્વીટમાં કહ્યુ હતુ કે ‘’જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ મારા સાથી ખેલાડીને કે જે ખુબ જ પ્રેમાળ છે અને ખુબ વિનમ્ર છે તેમ જ ખુબ સારો વ્યક્તિ છે. એક સિનિયર તરીકે તે ખુબ જ સારો છે ‘’ તેમ ફાસ્ટ બોલરનાં 30 માં જન્મદિને તેને શુભેચ્છા આપી હતી.

જેનાં પર એક ટ્વીટર યુઝરે લખ્યુ હતુ કે તે ભારતની હાર થાય છે અને બીજી બાજુ બર્થ ડે વિશ કરે છે તને શરમ નથી આવતી. તો અન્ય યુઝરે તેણે એક ફેશન મેગેઝિન સાથે કરેલાં ફોટોશુટ બદલ કહ્યુ હતુ કે ભાઈ તું મોડેલિંગ જ કર.

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ઈંગ્લેન્ડના દિગ્ગજ ફુટબોલર એશ્લે કોલે નિવૃત્તિની કરી ઘોષણા

Path Shah

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!