GSTV
Home » News » ગોળી ખાવા તૈયાર, આવતીકાલે પદ્માવત ફિલ્મ દેશમાં રિલીઝ ન થવી જોઈએ : કરણી સેના પ્રમુખ

ગોળી ખાવા તૈયાર, આવતીકાલે પદ્માવત ફિલ્મ દેશમાં રિલીઝ ન થવી જોઈએ : કરણી સેના પ્રમુખ

ફિલ્મ ‘પદ્માવત’ની રીલીઝ તારીખ નજીક આવતા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ મામલે કરણી સેનાના વડા લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યુ કે ફિલ્મને રોકવા કેન્દ્ર સરકાર પાસે પૂરતી સત્તા છે પણ સરકાર હજુ નિર્ણય લેતી નથી. આ ફિલ્મને પ્રદર્શિત ન કરવી જોઈએ તેવી તમામ સમાજની લાગણી છે અને ખુદ રાજ્ય સરકારો પણ કહે છે.

જો ફિલ્મ રીલીઝ કરવાનો પ્રયાસ થશે તો અમે બલિદાન આપવા તૈયાર છીએ. કહીને કોઈ કાળે ફિલ્મ રીલીઝ નહીં થવા દેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. લોકેન્દ્રસિંગ કાલવીએ સેન્સર બોર્ડના સર્ટિફિકેટ સામે પણ વાંધો ઉઠાવ્યો છે.

પદ્માવત ફિલ્મને પ્રમાણપત્ર આપતા પહેલા સેન્સર બોર્ડના પ્રસુન જોષીએ ઈતિહાસના ૯ તજજ્ઞાનોને પસંદ કરીને આમંત્રિત કર્યા હતા. જેમાંથી ૩ને ફિલ્મ દેખાડાઈ હતી અને તેઓનો આપેલા અભિપ્રાયને બોર્ડે રદ કરીને ક્લીયરન્સ આપી દીધું હતું. તો અન્ય ૬ તજજ્ઞાનોને ફિલ્મ દર્શાવ્યા વગર જ સેન્સર પ્રમાણપત્ર અપાયું છે. જેનો વિરોધ કરણી સેના કરી રહી છે.

કરણી સેનાના વડા લોકેન્દ્રસિંહ કાલવીએ ફિલ્મ પદ્મવાત મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે ફિલ્મ પદ્માવતના વિરોધમાં દેશની જનતા કર્ફ્યૂ લગાવશે. તેમણે સિનેમાઘરોમાં ફિલ્મ પદ્માવતીને ન દર્શાવવા અપીલ કરી છે. લોકેન્દ્રસિંહ કાલવીએ જણાવ્યુ કે અમે ફિલ્મ રિલીઝ કરવાના વિરોધમાં છીએ. હું મારી મા પદ્માવતીની માફી માગુ છું. વિરોધના પગલે મારી ધરપકડ થઈ શકે છે. અમદાવાદમાં આગચંપીની બનેલી ઘટનામાં રાજપુત સમાજના કોઈ પણ લોકો શામિલ નહોતા. હિંસાના પહલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 148 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમે હજુ પણ ફિલ્મ પદ્માવતનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છીએ.

 

Related posts

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva

અરૂણનો અસ્ત ભાજપને મોટો ઝાટકો, શા માટે અરૂણ જેટલીને મોદી-શાહનાં સંકટમોચક કહેવાય છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!