GSTV
Home » News » ભાજપ ટૂંક સમયમાં પ્રથમ યાદી બહાર પાડશે, PM મોદીની બેઠક પણ ફાઈનલ!

ભાજપ ટૂંક સમયમાં પ્રથમ યાદી બહાર પાડશે, PM મોદીની બેઠક પણ ફાઈનલ!

PM modi

આગામી લોકસભા ચૂંટણી માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. જણાવાઈ રહ્યું છે કે ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને બીજા ઘણાં પ્રધાનોના નામનો સમાવેશ કરવામાં આવશે. ઉમેદવારોની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશમાંથી 20 બેઠકો પર નામોની જાહેરાત થશે.

બનારસથી લડશે મોદી

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશમાંથી 20 ઉમેદવારોમાં નરેન્દ્ર મોદીનું પણ નામ હશે. તેઓ બનારસ બેઠક પરથી લડશે. મોદી હાલમાં બનારસથી જ સાંસદ છે. તેઓ ત્યાંથી બીજી વખત ચૂંટણી લડશે. મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ, આગ્રાથી રામશંકર કઠેરિયા, સહારનપુરથી રાઘવ લખનપાલ શર્મા, બરેલીથી સંતોષ ગંગવાર, એટાથી રાજવીરસિંહનું નામ પહેલી યાદીમાં હોય તેવી વાત કહેવામાં આવી રહી છે.

રાજનાથ, વરૂણ, હેમામાલિનીની બેઠકો બદલાશે

ઉત્તર પ્રદેશમાં રાજનાથ સિંહ, મેનકા ગાંધી અને હેમા માલિની જેવા ચહેરાની બેઠકો બદલાય તેવી ચર્ચા છે. રાજનાથ સિંહને ગૌત્તમબુદ્ધનગર બેઠક પરથી ટીકિટ મળે તેવી શક્યતા છે, તેઓ હાલમાં લખનઉથી સાંસદ છે. પીલીભીતમાંથી મેનકા ગાંધીની જગ્યાએ તેમના પુત્ર વરૂણ ગાંધીને ટીકીટ મળી શકે છે. તો મથુરામાંથી સાંસદ હેમા માલિનીને ફતેહપુર સીકરી પરથી ટીકિટ અપાય તેવી પ્રબળ શક્યતા છે.

11 એપ્રિલથી ચૂંટણી

11 એપ્રિલથી લોકસભા ચૂંટણી

17મી લોકસભા માટે 11 એપ્રિલથી 19મેની વચ્ચે 7 તબક્કામાં મતદાન થવાનુ છે. ત્યારબાદ 23મેના રોજ મતગણતરીની જાહેરાત થશે. 2014માં એનડીએએ 336 બેઠકો મેળવી હતી. તો ભાજપે એકલાં જ બહુમતીથી પણ વધારે 282 બેઠકો પ્રાપ્ત કરી હતી. એવામાં ભાજપની સામે આ વખતે જૂના પ્રદર્શનને દોહરાવાનો પડકાર છે.

READ ALSO

Related posts

ફુલેવરનું શાક નહી પરંતુ આ સપ્તાહે બાળકોને બનાવીને ખવડાવો મંચૂરિયન

Mansi Patel

77 વર્ષની દાદી પૌત્ર રમાડવાની ઉંમરે મોડલિંગના રવાડે ચડી અને પછી જે થયું તે જાણી આખી દુનિયા હેરાન છે

Mayur

સૈક્રેડ ગેમ્સની એક્ટ્રેસને શિકાગો એરપોર્ટ પર રોકવામાં આવી, અધિકારીઓએ કરી લાંબી પૂછતાછ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!