GSTV
Home » News » 23એ મોદીનો દિવસ… પરંતુ જો વાત 24 સુધી ખેંચાઈ તો ભારે પડશે રાહુલ ગાંધી, અહીં જાણો શું છે ગણિત

23એ મોદીનો દિવસ… પરંતુ જો વાત 24 સુધી ખેંચાઈ તો ભારે પડશે રાહુલ ગાંધી, અહીં જાણો શું છે ગણિત

આગામી પાંચ વર્ષ માટે ભારતનું રાજકીય ભવિષ્ય વિશેની બધી અટકળો કરવામાં આવી રહી છે. દરેકનાં મનમાં સવાલ છેકે, નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તામાં આવશે કે સત્તા પલટાશે? જ્યોતિષ મુજબ, પરિવર્તન થયુ તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ફાયદો થશે. સાથે જ ગઠબંધન દમદાર રહેશે. આ તમામ અંદાજાઓની વચ્ચે અંક જ્યોતિષી ગણના નમો(નરેન્દ્ર મોદી) અને રાગા (રાહુલ ગાંધી)બંને માટે સકારાત્મક સંકેતો દેખાડી રહ્યા છે.

જ્યોતિષાચાર્ય મુજબ 23 મે 2019એ શરૂ થનારી મતગણતરી ભાગ્યાંકના આધાર પર નરેન્દ્ર મોદીનાં પક્ષમાં છે. મતગણતરીની તારીખ 23નો પૂર્ણાંક 5 છે. અંક 5 નરેન્દ્રમોદીની જન્મતિથી 17-09-1950 મુજબ, તેમનો ભાગ્યાંક છે. એવામાં જો મતગણતરી 23એ શરૂ થઈને રાતે 12 વાગ્યા સુધીમાં પુરી થઈ જાય છે, તો નિશ્વિત જ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ અને ભાજપાને ફાયદો થશે. કારણકે નમો(નરેન્દ્ર મોદી)નો જન્માંક 8 અને ભાગ્યાંક 5 છે.

અને જો મતગણતરી લાંબી ચાલે તો તે 24 તારીખમાં પ્રવેશી જશે. જે રાહુલ ગાંધી માટે સકારાત્મક સંકેતો બતાવી રહ્યા છે. કારણ, રાહુલ ગાંધીની જન્મતિથી 19-06-1970 છે. તેમનો જન્માંક 1 અને ભાગ્યાંક 6 છે. અને 24 તારીખનો પૂર્ણાંક 6 બને છે. તો 6 અંક રાહુલગાંધીનો ભાગ્યાંક છે. એવામાં અંકોનું આંકલનથી કહી શકાયકે, મતગણતરીની શરૂઆત નમો(નરેન્દ્ર મોદી)ના પક્ષમાં રહી શકે છે. જો પ્રક્રિયા લંબાઈ તો તેનો લાભ રાગા(રાહુલ ગાંધી)ને થઈ શકે છે.

અહીં એ પણ સ્પષ્ટતા કરી દઈએકે, મતગણતરીનો આરંભ ધનના ચંદ્રમામાં થશે. ધનમાં ચંદ્રમાનો શનિ સાથે સંયોગ ભ્રમપૂર્ણ સ્થિતીનાં સંકેતો છે. જ્યોતિષાચાર્યનું કહેવું છેકે, એવામાં પરિણામ પણ ભ્રમપૂર્ણ અને અસ્પષ્ટ આવી શકે છે. એટલે કે કોઈ પણ એક પક્ષને પૂર્ણ બહુમત મળવાનાં અણસાર ઓછા છે.

READ ALSO

Related posts

21 વર્ષની હું તેના વિના રહી શકું તેમ નથી, ભલે એ પરણેલો છે તો પણ મને ચાલશે

Karan

ચૂંટણીમાં ટીકિટ માટે સંઘમાં ન જોડાઓ, એકમાત્ર મોદી અને શાહને સહારે હવે ચૂંટણીઓ ન જીતાય

Mayur

યુએસ પ્રમુખની સુરક્ષામાં દરરોજનાં 750 કરોડ રૂપિયા ખર્ચ કરશે અમેરિકા, સિક્રેટ સર્વિસનો દર ક્લાકનો ખર્ચ કરોડોમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!