લોકસભા : 110 સીટ પર જ છે સીધો મુકાબલો, ઘૂંટણ ટેકવ્યા વિના રાહુલ કે મોદી નહીં બની શકે પીએમ

દેશમાં રાજકીય હવા બદલાઈ ગઈ છે. 5 વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસના રીવાઈવલ અને બીજેપીના ગ્રાફમાં ઘટાડો થયો છે. પરંતુ આગળ આ રાજકીય હવાનું વલણ કેવું હશે અને ગતિ કઇ તરફ વળશે તેના પર ચર્ચા પર ચાલી રહી છે.

એક તર્ક એ પણ છે કે ભાજપ-એનડીએની સામે ઘણા પક્ષો ચૂંટણી લડશે અને વિરોધી એકતાનું ચિત્ર હજી ચોખ્ખું નથી. આ તર્ક થોડું છીછરું અને ખૂબ સરળ છે. પરંતુ સાચી વાત એ છે કે દેશની મોટાભાગની લોકસભા બેઠકો પર બે પક્ષો/ ગઠબંધનો વચ્ચે સીધી અથડામણ થવા જઈ રહી છે

કોંગ્રેસ અને ક્ષેત્રીય પક્ષોમાં હજી મોલ-તોલ થશે અને ચિત્રમાં ફેરફાર પણ આવશે. પરંતુ મોટી વાત એ છે કે લગભગ 450+ બેઠકો પર સીધો મુકાબલો થશે. બાકીની 93 બેઠકો પર ત્રિકોણિય મુકબલો થઈ શકે છે. અત્યારે તેમાં હજી 70 બેઠકો બંગાળ, ઓડિશા અને દિલ્હીની છે, જ્યાં હજી ત્રિકોણિય મુકાબલો દેખાઈ રહ્યો છે. આ પર વિગતવાર આગળ ચર્ચા કરી શું પરંતુ હમણાં જુઓ કે આ બેઠકો/રાજ્યોને કેઈ રીતે કેટેગરી કરવામાં આવે છે.

 • રાજસ્થાન: 25 બેઠકો
 • મધ્યપ્રદેશ: 29
 • છત્તીસગઢ: 11
 • હિમાચલ: 04
 • ઉત્તરાખંડ: 05
 • ગુજરાત: 26
 • હરિયાણા: 10

આ યાદીમાં કહી શકાય કે હરિયાણામાં ચોટલા પરિવારની પાર્ટીઓ પણ છે અને તે ત્રીજુ ફેક્ટર હશે. પરંતુ અહીં લોકસભાની ચૂંટણીમાં મતદાર ધ્રુવીકરણ એટલું ઝડપી બનશે કે ત્રીજા ફેક્ટરનો નિર્ણાયક અસર પડે તેના સંભવના ખૂબ ઓછી છે. વિધાનસભાની ચૂંટણીમાં આ પાર્ટીઓ કદાચ થોડું મોટું ફેક્ટર સાબિત થઈ શકે છે.

જ્યાં કોંગ્રેસ અને BJP પોતાના-પોતાના ગઠબંધનમાં છે: 273 બેઠકો

 • મહારાષ્ટ્ર: 48 સીટ
 • પંજાબ: 13
 • કર્ણાટક: 28
 • તમિલનાડુ: 39
 • બિહાર: 40
 • ઝારખંડ: 14
 • તેલંગાના: 17
 • આંધ્ર પ્રદેશ: 25
 • ગોવા: 02
 • જમ્મુ-કાશ્મીર: 06
 • આસામ: 14
 • કેરળ: 20

આ કેટેગરીમાં મહારાષ્ટ્ર પર ચર્ચા થઈ રહી છે. ઘણા લોકો માને છે કે શિવસેના જે રીતે ભાજપ પર પ્રહાર કરી રહી છે કદાચ આ ગઠબંધન ટૂંટી શકે છે. આમ થયું તો અહીં ત્રિકોણિય મુકાબલો થઈ શકે છે અને બીજેપીને મોટું નુકસાન થાઈ શકે છે.

તમિલનાડુ પર પણ ચર્ચા છે. એમ માની લેવામાં આવે કે ડીએમકે-કોંગ્રેસ એક બાજુ અને AIADMK- બીજેપી એક બાજુ હશે તો રજનીકાંત અને કમલ હસનને ક્યાં મુકવામાં આવે? આ બંને ફિલ્મી સ્ટાર્સ કોઈ પણ ગઠબંધનમાં ન પણ જાય, તો પણ તે કહેવું સેફ છે કે આ બન્ને કોઈ ને કોઈ ગઠબંધન સાથે અનૌપચારિક રીતે જોડાશે.

આંધ્રમાં કોંગ્રેસ- ટીડીપી ગઠબંધન સામે વાયએસઆર કોંગ્રેસ છે અને તેલંગાનામાં ટીઆરએસથી સીધો મુકાબલો થશે. અહીં બીજેપી લડશે અને વોટ કટર AIMIM પણ. બીજેપી અહીં ફેક્ટર નહીં હોય. અને વોટ કટિંગનું આવા મુકાબલામાં મહત્વનો રોલ નથી હોતો.

જ્યાં ક્ષેત્રીય દળોનાં ગઠબંધન અને બીજેપી/એનડીએની સામે સીધા મુકાબલામાં છે: 80 બેઠકો

 • ઉત્તર પ્રદેશ- 80

ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે, જ્યાં એસપી-બીએસપીનું ગઠબંધન પાક્કુ છે. અહીં પણ કોંગ્રેસ સાથે ખૂબ મોલ-તોલ ચાલશે. અંતમાં કદાચ કોઈ સુલાહ-સમજૂતી થાઈ જાય. ન પણ થાય, તો કોંગ્રેસ અહીં બધા બેઠકો પર ચૂંટણી લડીને ભાજપને હરાવવાના પોતાના સૌથી મોટી ધ્યેયને પોતે જ નબળો નહીં કરે. કોઈ પ્રકારની અનૌપચારિક જુગલબંધી પણ થઈ શકે છે.

જ્યાં હજી ત્રિકોણિય મુકાબલો જોઈ શકાય છેઃ 70 બેઠકો

 • પશ્ચિમ બંગાળ: 42
 • દિલ્હી: 07
 • ઓડિશા: 21

બંગાળ રસપ્રદ છે. અહીં ચાર ખેલાડીઓ છે- સત્તારૂઢ ટીએમસી, બીજેપી, ડાબેરી અને કોંગ્રેસ. ટીએમસી જો કોંગ્રેસને અમુક બેઠકો આપી દે, તો તેનું રિસ્ક ફેક્ટર ઓછું થઈ શકે છે. ડાબેરી ની હાજરી મામતાને લાભ આપશે કે નુકસાન, તે હાલ કહી ન શકાય. કોંગ્રેસ સીધુ અથવા અનૌપચારિક રીતે મમતા સાથે તાલ-મેલ કરશે તેની સંપૂર્ણ શક્યતા છે. આથી બંગાળને તમે ત્રિકોણિય મુકાબલા વાળા રાજ્યમાં મુકી શકો છો.

બાકી વધેલા ઉત્તર-પૂર્વના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ, જ્યાં 17 બેઠકો છે અને મોટાભાગમાં સીધો મુકાબલો થશે.

 • અરૂણાચલ: 2
 • સિક્કીમ: 1
 • મિઝોરમ: 1
 • ચંડીગઢ: 1
 • એન્ડમાન નિકોબાર: 1
 • દાદરા-નગર હવેલી: 1
 • દમણ-દિવ: 1
 • લક્ષદીપ: 1
 • પોન્ડીચેરી: 1
 • મણિપુર: 2
 • મેઘાલય: 2
 • નાગાલેન્ડ: 1
 • ત્રિપુરા: 2

બીજેપી ‘મોદી કે સામને કોન’નો હલ્લાબોલ એટલે કરી રહી છે, કારણ કે તે જાણે છે કે રાજ્ય સ્તરે કોંગ્રેસ અને ક્ષેત્રિય દળોમાં ઓવરલેપ ઘણો ઓછો છે. આથી એ કહેવું ખોટું નથી કે 2019ની ચૂંટણીમાં લગભગ 85% બેઠકો પર આપણે સીધો મુકાબલો જોઈશું.

બીજેપી દરેક ચૂંટણીમાં વિરોધી વોટર્સને વહેંચવા માટે દરેક શક્ય ફોર્મૂલાનો ઉપયોગ કરે છે અને તે હજી પણ કરશે. બળવાખોર, અપક્ષ, નાના સ્થાનિક દળ, શિવેપાલ સિંહ યાદવથી લઇને AIAMIMજેવા ખેલાડીઓ બધા જ મેદાનમાં હશે. પરંતુ બળવાખોર તો બીજેપીને પણ સહન કરાવા પડશે.

વિપક્ષની વાસ્તવિક મુશ્કેલી બીજી છે. અને તે એ છે કે શું તે આ સીધા મુકાબલાને પક્કો કરવા માટે દરેક રાજ્યમાં નહીં, તો કમસે કમ દરેક લોકસભા બેઠકમાં એક ચૂંટણી ચિહ્ન ઉતારી શકે છે? અને પરસપરના તોલમોલને કેટલી જલદી અંજામ આપી શકે છે. તેની પાસે ખરેખર 12 અઠવાડિયાથી પણ ઓછો સમય છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter