GSTV
Home » News » લોકસભામાં કયો સાંસદ ક્યાં બેસશે તે આ રીતે થાય છે નક્કી, આ ફોર્મ્યુલા કરે છે કામ

લોકસભામાં કયો સાંસદ ક્યાં બેસશે તે આ રીતે થાય છે નક્કી, આ ફોર્મ્યુલા કરે છે કામ

lok sabha seating plan

લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થઇ ચુકી છે અને હવે નવી સરકારની રચનાની રાહ જોવાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર  મોદી 30મેના રોજ બીજીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. તે બાદ 5 કે 6 જૂનથી 17મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઇ સકે છે. સત્રની શરૂઆત પહેલાં જ અમે તમને જણાવીએ છીએ કે સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદ લોકસભામાં ક્યાં બેસશે. તેના માટે સંસદની એક નિયમાવલી છે અને ફોર્મ્યુલા દ્વારા પ્રત્યેક સાંસદની સીટ નક્કી થાય છે.

કેવું છે સદન

લોકસભાને 6 બ્લોકમાં વહેંચવામાં આવ્યું છે જે સ્પીકરના આસનની જમણી, ડાબી અને સામેની બાજુએ હોય છે. આ જ બ્લોકમાં સાંસદોની સીટ હોય છે અને વચ્ચે ગેલેરી હોય છે. દરેક બ્લોકમાં 11 લાઇન હોય છે જેની લીલા રંગથી કવર સીટો પર સાંસદ બેસે છે. સ્પીકરની બિલકુલ નીચેની બેન્ચ પર લોકસભા મહાસચિવ સહિત સચિવાલયના અધિકારી બેસે છે જે સદનને સુચારૂ રૂપે ચલાવવામાં સ્પીકરની મદદ કરે છે. આ સાથે જ તે દિવસભરની કાર્યવાહીનો રેકોર્ડ પણ રાખે છે.

સ્પીકરની જમણી અને ડાબી હાજુ જે 2 બ્લોક છે તેમાં 97-97 સીટો હોય છે. બાકી બચેલા સામેના 4 બ્લોકમાં 89-89 સીટો હોય છે. પ્રત્યેક સાંસદ માટે એક સીટ નિર્ધારિત હોય છે પરંતુ કોઇ મંત્રી જો લોકસભાનો સભ્ય ન હોય તો પણ તે ચર્ચા દરમિયાન સદનમાં બેસી શકે છે.

શું છે સીટ ફોર્મ્યુલા

સ્પીકર કોઇપણ પાર્ટીના સભ્યોની સંખ્યાના આધારે તેમના બેસવાનું સ્થાન નક્કી કરે છે. તેના માટે એક ફોર્મ્યુલા છે જેમાં કોઇ પાર્ટી અથવા ગઠબંધન પાસેની કુલ સીટોને તે લાઇનની કુલ સીટોની સંખ્યાથી ગુણાકાર કરવામાં આને છે. તે બાદ જે સંખ્યા આવે તેને લોકસભાની કુલ સંખ્યાથી વિભાજીત કરવામાં આવે છે.

આ ફોર્મ્યુલાને સમજવા માટે આપણે એનડીએને આ વખતે મળેલી 353 સીટો દ્વારા સમજીએ. આ વખતે એનડીએને મળેલી કુલ સીટોને જો પહેલી લાઇનની કુલ સીટોથી ગુણવામાં આવે અને પછી કુલ સંખ્યાથી તેને વિભાજીત કરવામાં આવે તો પરિણામ 12.83 આવશે. પૂર્ણાંક અનુસાર આ વખતે એનડીએના 13 સાંસદને આગળની હરોળમાં સ્થાન મળશે.

વરિષ્ઠતાને મહત્વ

આ ફોર્મ્યુલા 5 કે તેથી વધુ સીટો વાળી પાર્ટી પર જ લાગુ થાય છે. જો કોઇ દળના સભ્યોની સંખ્યા 5 કરતાં ઓછી હોય તો સ્પીકર અને દળના નેતા પરસ્પર સહમતીથી તેમની સીટ નક્કી કરે છે. સ્પીકર કોઇ પાર્ટીના સભ્યની વરિષ્ઠતાને ધ્યાનમાં લેતાં તેને પ્રથમ હરોળમાં સ્થાન આપી શકે છે. અગાઉ સપાના મુલાયમ સિંહ યાદવ અને જેડીએસના એચડી દેવગૌડાને આગળની હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે તેમની પાર્ટી પાસે આગળની હરોળમાં બેસવા લાયક સંખ્યાબળ ન હતું.

સંસદના નિમ્ન સંસદ એટલે કે લોકસભામાં સાંસદોની સંખ્યા વધુમાં વધુ 552 સુધી હોઇ શકે છે. જેમાંથી 530 સભ્યો અલગ-અલગ રાજ્યોમાંથી હોય છે અને 20 સભ્યો સુધી ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોઇ સકે છે. આ ઉપરાંત 2 સભ્યો રાષ્ટ્રપતિ તરફથી નોમિનેટ કરવામાં આવી શકે છે. લોકસભાને હાઉસ ઑફ પીપલ્સ પણ કહેવામાં આવે છે.

Read Also

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!