GSTV
Home » News » ચૂંટણી પરિણામો વચ્ચે બજારમાં જબરજસ્ત તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો

ચૂંટણી પરિણામો વચ્ચે બજારમાં જબરજસ્ત તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો

લોકસભા ચૂંટણીનાં પરિણામ આવવાનાં શરૂ થઈ ગયાં છે. શરૂઆતનાં પરિણામ જોતાં એનડીએની જીતનાં સંકેત મળી રહ્યાં છે. આ દરમિયાન ભારતીય શેર બજારમાં પણ જબરજસ્ત તેજી જણાઇ રહી છે. શરૂઆતના બજારમાં સેન્સેક્સ 500 વધી ગયો છે તો સાથે-સાથે નિફ્ટી 150ના વધારા સાથે વધારે મજબૂત બન્યું છે. સેન્સેક્સ રેકોર્ડ 39,626 અંક પર વ્યાપાર કરી રહ્યું છે.

એક્ઝિટ પોલના પરિણામ બાદ કેવી હતી શેર બજારની હાલત

એક્ઝિટ પોલનાં પરિનામ રવિવારે આવ્યાં હતાં. જેમાં મોદી સરકાર જીતવાની આશા જતાવવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે સેન્સેક્સમાં 1421નો વધારો થયો હતો અને 39,352 ના નવા સ્તરે બજાર બંધ થયું હતું. તો નિફ્ટીઈ 421 અંક મજબૂત થઈ 11,828 ના સ્તરે રહ્યું હતું. નિફ્ટીમાં આ એક એકજ દિવસમાં આંકડાના હિસાબે બીજી સૌથી મોટી તેજી હતી. તો સેન્સેક્સ 10 વર્ષના ઉચ્ચ સ્તરે બંધ થયું હતું. આ દરમિયાન સેન્સેક્સ 39571ના ઑલ ટાઇમ હાઇ લેવલને સ્પર્ષી ગયું છે.

2014 માં ચૂંટણી પરિણામોના દિવસે શું થયું હતું

જો 2014 ના પરિણામો વાળા દિવસની વાત કરવામાં આવે તો, શરૂઆતના બજારમાં સેન્સેક્સમાં 1,470 આંકડાનો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો, પછી 25,375 ના સ્તરે પહોંચી ગયો હતો. જોકે ત્યારબાદ માર્કેટ સુસ્ત થયું હતું અને સેન્સેક્સ 23,873.16 ના સ્તરે આવી ગયો હતો. દિવસના અંતમાં વ્યાપારમાં રોકાણકારોની મૂડીમાં 1 લાખ કરોડનો જબરજસ્ત નફો મળ્યો હતો અને તે 80.64 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો હતો નફો. આ જ રીતે નિફ્ટી પણ 340 આંકડા કે 4.72 ટકા વધારા સાથે 7,460 આંકડો પહોંચી ગયો. ઉલ્લેખનિય છે કે 16 મેએ લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યાં હતાં. આ દિવસ અઠવાડિયાનો વ્યાપારનો અંતિમ દિવસ શુક્રવાર હતો. આ દિવસે શરૂઆતી બજારમાં ટ્રેડર્સને આશા હતી કે બીજેપીના આર્થિક સુધારા તેજી લાવશે અને આર્થિક ગતિવિધિઓમાં ફયાદો થશે.

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!