GSTV
Home » News » ‘મેં ભી ચોકીદાર’ કેમ્પેનને ચૂંટણી પંચનો ઝટકો, સેનાના ઉપયોગ પર મળી નોટિસ

‘મેં ભી ચોકીદાર’ કેમ્પેનને ચૂંટણી પંચનો ઝટકો, સેનાના ઉપયોગ પર મળી નોટિસ

ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી શરૂ કરાયેલા ચૂંટણી કેમ્પેનમાં ‘મેં ભી ચોકીદાર’ હવે ચૂંટણી પંચના નિશાને આવ્યું છે. જેને લઇને ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીને નોટીસ જાહેર કરી છે. ચૂંટણી પંચે ભાજપના નીરજ કુમારને કારણ બતાવો નોટીસ જાહેર કરીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. નીરજ કુમારે સોશિયલ મીડિયામાં આ વીડિયો પ્રમોટ કર્યો હતો.

ચૂંટણી પંચે નીરજ કુમારને આ નોટિસમાં ‘મેં ભી ચૌકીદાર’ કેમ્પેનનો વીડિયો પરવાનગી વગર સોશિયલ મીડિયામાં શેર કરવા મોકલ્યો છે. ચૂંટણી પંચ મુજબ, 16 માર્ચે આ મામલામાં તેના મીડિયા સર્ટિફિકેશન એન્ડ મૉનિટરિંગ કમિટીએ નીરજ કુમારને નોટીસ જાહેર કરી છે.

આ નોટીસમાં કહેવામાં આવ્યું કે ‘મેં ભી ચૌકીદાર’ કેમ્પેનમાં ઉપયોગમાં આવતા વીડિયોમાં આર્મીના જવાન હાજર હતાં, જે ચૂંટણી આયોગના દિશા-નિર્દેશની વિરુદ્ધ છે અને ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. અહીં તમને જણાવવાનું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ચૂંટણી પંચે દરેક રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો હતો કે તેઓ ચૂંટણી પ્રચાર માટે સેનાના જવાન અથવા શણગારની તસ્વીરો અથવા વીડિયોનો ઉપયોગ કોઈ પણ રૂપમાં ના કરે.

ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન વર્ધમાનની તસ્વીર ચૂંટણી પોસ્ટરોમાં લગાયાની ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચે સૈન્યકર્મીઓની તસ્વીરોને ચૂંટણી અભિયાનમાં ઉપયોગ પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી હતી. ખરેખર, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ ડીલને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત નિશાન બનાવી રહ્યાં હતાં અને તેમને ‘ચોકીદાર ચોર છે’ તેવુ કહી રહ્યાં હતાં. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના આ નારા સામે લડવા માટે મેં ભી ચોકીદાર કેમ્પેન ચલાવ્યું અને પોતાના નામની આગળ ચોકીદાર લગાવી દીધું.

ત્યારબાદ વડાપ્રધાન મોદીનું ‘મેં ભી ચોકીદાર’નો નારો ખૂબ બુલંદ થયો. રાહુલ ગાંધીએ જે શસ્ત્રથી પીએમ મોદીને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, ભાજપે તેને જ પોતાનું બહ્માસ્ત્ર બનાવી લીધું.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!