GSTV

‘કૉંગ્રેસે એક એવું કાવતરુ કર્યું છે કે જેનું પાપ તેઓ ક્યારેય નહીં ધોઈ શકે’

ઓડિશાના કાલાહાંડીમાં પીએમ મોદીએ ચૂંટણી સભા સંબોધી. પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસે ગરીબોને ગરીબ રાખવાનું કાવતરું કર્યું. એવું કાવતરુ કે જેનું પાપ તેઓ ક્યારેય નહીં ધોઈ શકે. દરેક ચૂંટણીમાં ગરીબ આશાઓ સાથે તેમની સાથે જોડાયો.

પરંતુ ચૂંટણી જીત્યા બાદ ગરીબો સાથે છેતરપિંડી કરી. તેમણે કહ્યું કે ઓડિશામાં ભાજપ સરકાર બન્યા બાદ એવો સુધારો આવશે કે જે 70 વર્ષમાં ન થયો.

વડાપ્રધાને કહ્યું કે મેં તમને પાંચ વર્ષમાં જે આપ્યું એનો હિસાબ આપું છું અને તમારે મારા પ્રશ્નનો જવાબ પણ આપવો પડશે. વડાપ્રધાને કહ્યું કે પાંચ વર્ષમાં ઓડિશાના લગભગ 8 લાખ ગરીબ પરિવારોને કાયમી ઘર મળી ગયું છે. 24 લાખ ઘરોને મફત વીજળી આપવામાં આવી છે.

ઓડિશામાં 3,000 ગામોમાં પ્રથમ વખત વિજળી પહોંચી છે. ઉજ્જવલા યોજના હેઠળ ઓડિશાના 40 લાખ ગરીબ બહેનોને ગેસ કનેક્સન આપવામાં આવ્યું છે. 1.4 મિલિયન લોકોને બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યાં છે. સ્વતંત્રતા પછી 70 વર્ષ સુધી ગરીબને બૅન્કમાં જવાની મંજૂરી ન હતી. અમારી સરકાર દ્વારા આ કામો કરવામાં આવ્યાં છે. અમારી સરકારે ઓડિશામાં 50 લાખ શૌચાલય બાંધ્યા છે. પાંચ વર્ષમાં મે એક પણ રજા નથી લીધી.

READ ALSO

Related posts

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana

103 વર્ષની મહિલાએ સાહસ, શક્તિ અને વિશ્વાસથી કોરોનાને હરાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!