GSTV
Home » News » લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થયું છે. મોડી રાત સુધી ચાલેલી પ્રક્રિયા બાદ વોટિંગ કરવામાં આવ્યું હતું અને અંતે તે પાસ થયું છે. આ બિલના સમર્થનમાં 311 અને વિરોધમાં 80 વોટ પડ્યા હતા. શાહે કહ્યું કે શરણાર્થી અને ઘુસપેઠીયામાં ફરક છે. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી.

નાગરિકતા સંશોધન બિલ મામલે શાહે કહ્યું, જે ભારતના નાગરિકો છે તેને ડરવાની જરૂર નથી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં નાગરિકતા સુધારા બિલ પર વિપક્ષના વાંધા સામે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો તમે લોકો બિલને ખોટું સાબિત કરો તો અમે બિલ પાછું ખેંચી લઈશું. તેમણે કહ્યું કે જેમ આપણે ભારતમાં લઘુમતીઓની ચિંતા કરીએ છીએ, તેવી જ રીતે અમે પડોશી દેશોમાંથી આવતા લઘુમતી સમુદાયના લોકો માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે શરણાર્થી નીતિ સ્વીકારી નથી. ત્રાસ ગુજાર્યા બાદ પારસી પણ ઈરાનથી ભારત આવ્યા હતા. કોંગ્રેસે જિન્નાહાની બે રાષ્ટ્ર થિયરીને કેમ સ્વીકારી? કોંગ્રેસે ભાગલા કેમ રોક્યા નહોતા? PoK અમારું છે અને ત્યાંના લોકો પણ આપણા છે:

અમિત શાહના નાગરિકત્વ સુધારણા બિલ પર ચર્ચા મોડી રાત સુધી ચાલુ છે. જોરદાર વિરોધ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે બિલ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો છે.

એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગૃહમાં ચર્ચા દરમિયાન નાગરિકતા સુધારણા બિલની નકલ ફાડી નાખી, જેમને પછીથી ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે મતદાન કરવામાં આવ્યું હતું, ત્યારે ખરડાની રજૂઆતની તરફેણમાં 293 અને વિપક્ષમાં 82 મત પડ્યા હતા.

અમે ક્યારેય 371 નહીં છોડીએ:

હું આની સમગ્ર ઉત્તર પૂર્વને ખાતરી આપવા માંગું છું. કોઈને ડરવાની જરૂર નથી: અમિત શાહ
રોહિંગ્યાને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે: અમિત શાહ જો વોટબેંક માટે ઘુસણખોરોને આશ્રય આપવા માંગે છે, અમે તેમને સફળ થવા દઈશું નહીં. જેઓ મત માટે ઘુસણખોરોનો બંદોબસ્ત કરે છે તેઓ ચિંતિત છે. રોહિંગ્યાને ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં.

રોહિંગ્યા બાંગ્લાદેશ થઈને ભારત આવે છે: અમિત શાહ

ભારતે શરણાર્થી નીતિ સ્વીકારી નથી ‘ભારતે કોઈ શરણાર્થી નીતિ સ્વીકારી નથી. ત્રાસ ગુજાર્યા બાદ પારસી પણ ઈરાનથી ભારત આવ્યા હતા. કોંગ્રેસે જિન્નાહના બે રાષ્ટ્ર થિયરીને કેમ સ્વીકારી? કોંગ્રેસે ભાગલા કેમ રોકી ન હતી? પીઓકે અમારું છે અને ત્યાંના લોકો પણ આપણા છે: અમિત શાહ

બિલ કોઈપણ ધર્મ સાથે ભેદભાવ રાખતું નથી:

 અમિત શાહે જણાવ્યું કે બિલ કોઈપણ ધર્મ સાથે ભેદભાવ રાખતું નથી. આ બિલ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જે પિડિત લોકો માટે સકારાત્મક ભાવના માટે લાવ્યું છે. પીડિત શરણાર્થીઓ છે તેઓ ઘુસણખોર નથી. બિલ બંધારણના 14, 21, 25 ની કલમોનું ઉલ્લંઘન કરતું નથી: અમિત શાહ

‘૨૦૧૧ માં પાકિસ્તાનમાં 3.4 ટકા હિંદુઓ.’ જ્યારે વર્ષ 1947 માં પાકિસ્તાનમાં 23 ટકા હિંદુઓ હતા. પરંતુ વર્ષ ૨૦૧૧ માં આ આંકડો 3.4 ટકા રહી ગયો હતો. પડોશી દેશોમાં લઘુમતીઓ પરના અત્યાચારને જોતાં ભારત મૌન દર્શક બની શકતું નથી. જ્યારે ભારતમાં લઘુમતીઓની વસ્તીમાં વધારો થયો છે. પડોશી દેશોની લઘુમતીઓ પર ભારત ચૂપ નહીં રહે: અમિત શાહ

View image on Twitter

ANI@ANIUnion Home Minister Amit Shah on #CitizenshipAmendmentBill in Lok Sabha: Under no dimension, this bill is unconstitutional, or is against Article 14.59410:52 PM – Dec 9, 2019Twitter Ads info and privacy242 people are talking about this

હું ઈચ્છું છું કે દેશમાં કોઈ ભ્રમની સ્થિતિ ઉત્પન્ન ન થાય

હું ઈચ્છું છું કે દેશમાં કોઈ ભ્રમની સ્થિતિ ઉત્પન્ન ન થાય. આ બિલ કોઈપણ રીતે ગેરબંધારણીય નથી. કે આ બિલ કલમ 14 નું ઉલ્લંઘન કરતું નથી. દેશને ધર્મના આધારે વહેંચવામાં આવ્યો હતો.

જો દેશને ધર્મના આધારે વહેંચવામાં ન આવ્યો હોત તો સારું હોત. આ પછી આ બિલ લાવવાની જરૂર હતી. 1950 માં, એક નેહરુ-લિયાકત સંધિ થઈ હતી. જો કે તે એમને એમજ રહી ગઈ હતી અમિત શાહ

READ ALSO

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!