GSTV
Gujarat Government Advertisement

લોકસભા ચૂંટણી 2019માં દેશના આ ૧૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતુ પણ ન ખોલાવી શક્યા કોંગ્રેસના ઉમેદવારો

Last Updated on May 24, 2019 by Mansi Patel

લોકસભાની ચૂંટણી પરિણામોમાં દેશમાં વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકાર રચવા માટે સ્પષ્ટ બહુમતી તરફ જતો જણાય છે ત્યારે દેશના ૧૮ રાજયો એવા છે જયાં કોંગ્રેસ પક્ષ પોતાનું ખાતું પણ ખોલાવી શકયો નથી. દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ એવા રાજયો છે. જયાં ભાજપને ચોખ્ખી બહુમતી મળી છે, તો યુપી, બિહાર મધ્યપ્રદેશ,બંગાળમાં પણ ભાજપને મોટી સફળતા મળતી જણાય છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપના તમામ દિગ્ગજ નેતા બહુ મોટી જીત તરફ આગળ વધતા જણાય છે.

તો કોંગ્રેસ પાસે પંજાબ અને કેરળ સિવાય દેખાડવા માટે કંઇ નથી. દેશના ૧૮ રાજયોમાં કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. ગુજરાત, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ જેવા મોટા રાજયોમાં કોંગ્રેસના ખાતામાં એક બેઠક પણ જતી દેખાતી નથી. એટલું જ નહી અંડમાન અને નિકોબાર, દાદરાનગર હવેલી, દમણ-દીવ, લક્ષદીપ, મણિપુર, મિઝોરામ, સિક્કિમ અને ત્રિપુરામાંથી પણ પાર્ટીનાં એક પણ નેતા જીત્યા ન હતા. યુપી અને બિહારમાં કોંગ્રેસને બહુ મોટી આશા છે પણ તેને મોટી નિરાશા જ મળી છે.

એનડીએ અને ભાજપનું પ્રદર્શન સુધર્યું છે. ભાજપે ર૦૧૪ ની ચૂંટણીમાં ર૮ર બેઠકો જીતી હતી તો આંકડો આ વખતે વધીને ૩૦૦સુધી પહોંચી શકે છે. ગત ચૂંટણીમાં એનડીએનો આંકડો ૩૩૬ હતો તે આ વખતે ૩૪૦ સુધી પહોંચી શકે છે. કોંગ્રેસના ખાતામાં પ૧ બેઠકો જતી દેખાય છે. ગત ચૂંટણીમાં આ આંક ૪૪ હતો. કોંગ્રેસને સૌથી વધુ પંજાબમાં ૯ બેઠકો મળતી જણાય છે. આ ઉપરાંત કેરળમાં કોંગ્રેસ ગઠબંધન ૧૯ બેઠકો પર આગળ વધતો જણાય છે.

યુપીમાં સપા, બસપા ગઠબંધન મોટા મોટા દાવા કરતા હતા પણ તે મોદી સુનામીને રોકવામાં નિષ્ફળ ગયું હતું. યુપીમાં આ ગઠબંધનને માત્ર ૧પ બેઠકો જ મળતી દેખાય છે. ભાજપે પશ્વિમ બંગાળમાં સારૂ પ્રદર્શન કર્યુ છે, અને ૪રમાંથી ૩૪ બેઠકો મળતી જણાય છે. ગત ચૂંટણીમાં મમતાએ ૩૪ બેઠકો મેળવી હતી. આ રીતે ઓરિસ્સામાં પણ ભાજપ ર૧ બેઠકોમાંથી ૮ બેઠક મળે તેમ લાગે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!