GSTV

ભાજપે વિપક્ષને પડકાર ફેંકવા માટે મજબૂત રણનીતિ ઘડવી પડશે : લોજપા નેતા ચિરાગ પાસવાન

Last Updated on June 21, 2019 by Mayur Vora

લોક જનશક્તિ પાર્ટીએ બસપા અને સપાના ગઠબંધનને મજબૂત ગઠબંધન ગણાવ્યુ હતુ. લોજપાના નેતા  ચિરાગ પાસવાને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, સત્તાધારી ભાજપે વિપક્ષને પડકાર ફેંકવા માટે મજબૂત રણનીતિ ઘડવી પડશે. યુપીમાં જે ગઠબંધન થયુ છે તે ભ્રષ્ટ પાર્ટી વચ્ચે થયુ છે.

બસપા અને સપાએ યુપીમાં લાંબા સમય સુધી શાસન કર્યુ છે. પરંતુ યુપીમાં બેકારી અને બેરોજગારી સતત વધી છે. ત્યારે સપા અને બસપાને જડબાતોડ જવાબ આપવા માટે એનડીએના ઘટક દળોને વધારે મજબૂત થવુ પડશે.  મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ ચિરાગ પાસવાને એનડીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પાંચ રાજ્યમાં મળેલી હાર બાદ પાસવાને ભાજપને વધારે મજબૂત થવાની સલાહ આપી હતી.

Related posts

BJPને ટક્કર આપવા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન: તૈયાર કરી રહ્યા છે યુવાન ટીમ, કનૈયા કુમાર શામેલ થાય તેવી અટકળો

Pravin Makwana

સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ! નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય

Bansari

પીએમ મોદીનો આજે 71મો જન્મદિવસ: યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, દેશભરમાં આ ખાસ અંદાજમાં ઉજવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!