GSTV
Home » News » મોદીએ પુલવામા વખતે ફિલ્મ શૂટિંગના આરોપ પર જવાબ આપ્યો, કહ્યું કે સવાલ કરનાર મુર્ખ છે

મોદીએ પુલવામા વખતે ફિલ્મ શૂટિંગના આરોપ પર જવાબ આપ્યો, કહ્યું કે સવાલ કરનાર મુર્ખ છે

pm modi

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકવાદી હુમલા દરમિયાન ફિલ્મ શૂટિંગના આરોપ પર પ્રથમ વખત જવાબ આપ્યો હતો. ટીવી ચેનલને આપેલાં એક ઈન્ટરવ્યુમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે પુલવામા હુમલા દરમિયાન હું ઉત્તરાખંડમાં હતો. તે સમયે ત્યાં ભારે વરસાદ પડ્યો હતો.

ત્યાં મારી એક રેલી હતી. કે જે મેં ફોન દ્વારા સંબોધી હતી. પરંતુ આવી મોટી રેલીમાં આવી મોટી ખબરો અંગે ચર્ચા કરવામાં આવી નહોતી. આવી પરિસ્થિતિઓમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો ત્યારે ખૂબ જ સંતુલિત વર્તન કરવું પડે છે. અને જો કોઈ તેને મોટો રાજકારણનો મુદ્દો બનાવે તો પછી તે એક મોટી ભ્રમણા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પુલવામા પછી હું માનતો હતો કે આ સમયે મારૂ વર્તન દેશની આશા મુજબ હોવું જોઈએ. હવે ENOUGH IS ENOUGH અને તેથી જ મેં કહ્યું કે સેનાને મે મારી તરફથી કોઈ પણ પગલાં લેવા માટે ખુલ્લી છૂટ આપી દીધી છે.

જે લોકો પુલવામા હુમલા પાછળ પ્રશ્ન કરે છે તે મૂર્ખ છે. મેં સૈન્યને યોજના બનાવવા માટે ખુલ્લી મુક્તિ આપી હતી. જો સૈનિકોની વાત હોય તો પછી હું કેવી રીતે અલગ રહી શકું. મે આખી એરસ્ટ્રાઈકને સંપૂર્ણપણે જોઈ છે. પુલવામાને લઈને જે લોકોએ મારી પર હુમલો કર્યો છે તેને આમ જનતાએ જવાબ આપ્યો છે.

READ ALSO

Related posts

સરકાર એર ઈન્ડિયાની 100% હિસ્સેદારી વેચશે, કેન્દ્રીય મંત્રી હરદીર સિંહ પૂરીનું નિવેદન

pratik shah

બાંગ્લાદેશના વિદેશ પ્રધાને રદ કર્યો ભારતનો પ્રવાસ, કાઢ્યું આ બહાનું

Nilesh Jethva

રાહુલ ગાંધીનો શાબ્દિક પ્રહાર, પીએમને કદાચ મોંઘવારીનો ખ્યાલ જ નથી કારણ કે તેઓ બીજી દુનિયામાં રહે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!