રેપકાંડથી આવી હતી વિવાદમાં, હવે આ Hot એક્ટ્રેસ લડશે લોકસભાની ચૂંટણી

Bangladeshi actress Nusrat Jahan

પશ્ચિમ બંગાળમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં હાવી ના થાય તે માટે મમતા બેનરજી આકાશ પાતાળ એક કરી રહ્યા છે. જેના ભાગરુપે બાંગ્લાદેશની સીમાને અડીને આવેલી સંવેદનશીલ બશીરહાટ લોકસભા બેઠક પર તેમણે બાંગ્લા ફિલ્મોની ગ્લેમરસ અભિનેત્રી નુસરત જહાંને ટિકિટ આપી છે.

નૂસરત જહાંના સોશ્યલ મીડિયા પર લાખો ફેન છે.ગ્લેમરસ અવતારથી ચર્ચામાં રહેતી આ અભિનેત્રી જોકે કોલકાતાના પાર્ક સ્ટ્રીટ રેપ કાંડને લઈને સોશ્યલ મીડિયામાં ટ્રોલ પણ થઈ છે.2012માં પાર્ક સ્ટ્રીટમાં ચાલુ કારમાં એંગ્લો  ઈન્ડિયન મહિલા પર થયેલા રેપના મુખ્ય આરોપી કાદર ખાનની તે ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.

જોકે આ રેપ કાંડની ચાર્જશીટમાં નુસરતનુ નામ નહોતુ.એવુ મનાય છે કે કાદરખાન સાથે તે લગ્ન પણ કરવાની હતી.પોલીસને નૂસરતે કહ્યુ હતુ કે હું કાદરને મળી નથી પણ પછી બહાર આવ્યુ હતુ કે મુંબઈમાં બંનેએ એક હોટલમાં રુમ પણ બૂક કરાવ્યો હતો અને રેપ કાંડ બાદ કાદર માટે પટણાની ટિકિટ બૂક કરાવી હતી.

કોલકાતામાં રહેતી નુસરત જહાં 2011માં હિન્દી ફિલ્મ ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી ફિલ્મમાં પણ દેખાઈ ચુકી છે.એક મોડેલ તરીકે તેણે પોતાની કેરિયર શરુ કરી હતી.

મમતા બેનરજીએ ટિકિટ આપ્યા બાદ નૂસરતે કહ્યુ હતુ કે રાજકીય કેરિયરની શરુઆતના પગલે રોમાંચનો અનુભવ થઈ રહ્યો છે.મેં ક્યારેય રાજકારણમાં આવવાનુ વિચાર્યુ નહોતુ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter