GSTV
Home » News » અહીં મતદાન કરવા માટે મતદાતાઓએ 3,000 ફૂટ ઉપર ચઢીને જવું પડશે, આજે છે મતદાન

અહીં મતદાન કરવા માટે મતદાતાઓએ 3,000 ફૂટ ઉપર ચઢીને જવું પડશે, આજે છે મતદાન

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે સવારે 7 વાગ્યે શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકોમાં મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 170664 મતદાન બૂથ લગભગ 14 કરોડ મતદારો મત આપશે. આજે પશ્ચિમ બંગાળમાં બે બેઠકો માટે મતદાન કરવામા આવશે.

અહીં એક પુલિંગ મથક બક્સા કિલ્લો અલીપુરદ્વારમાં બાંધવામાં આવ્યું છે. જે 3 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ મથક સુધી પહોંચવા માટે મતદાન પક્ષે ચઢીને જવું પડશે. બક્સા કિલ્લો અલીપુરદ્વારથી લગભગ 30 કિલોમીટર અને રાજભાતખાતાથી આશરે 18 કિમી દૂર છે.

બક્સા કિલ્લો પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લાના બક્ષી ટાઇગર રિઝર્વમાં સ્થિત છે. આશરે 3 હજાર ફૂટની ઊંચાઇએ સ્થિત છે તે કિલ્લો બંગાળના ઐતિહાસિક વારસામાંનું એક ગણાય છે. આ કિલ્લાના નજીકના શહેર, અલિપુદ્વાર છે જે અહીંથી લગભગ 30 કિમી દૂર છે.

આ કિલ્લાનો ઉપયોગ ભુતાનના રાજા માટે વિશ્વના પ્રસિદ્ધ સિલ્ક રોડના મહત્વપૂર્ણ ભાગોના રક્ષણ માટે કરવામાં આવતો હતો. જેનો ઉપયોગ તિબેટને ભારત સાથે જોડવા માટે કરતા હતા. કેટલાક લોકો કહે છે કે તિબેટમાં અશાંતિ દરમિયાન સેંકડો શરણાર્થીઓ દ્વારા આ કિલ્લાનો અસ્થાયી નિવાસ તરીકે ઉપયોગ થયો હતો.

READ ALSO

Related posts

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!