GSTV
Home » News » આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે રાજ્ય દીઠ પ્રભારીઓની કરી નિયુક્તિ

આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે રાજ્ય દીઠ પ્રભારીઓની કરી નિયુક્તિ

આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાગરમી વચ્ચે હવે રાજકીય પક્ષોએ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું છે. ભાજપે શનિવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડા અને કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલને ઉત્તર પ્રદેશ તથા તમિલનાડુ માટે લોકસભા ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા ભાજપે 17 રાજ્યો માટે આવા પ્રકારની નિમણૂક કરી હતી.

પાર્ટી સૂત્રોએ સ્પષ્ટ કર્યુ છે કે ગુજરાત ભાજપના નેતા ગોરધન ઝડફિયા ઉત્તરપ્રદેશ માટેના પાર્ટીના છ સહ-પ્રભારીઓમાંથી એક હશે. તેમણે કહ્યુ છે કે યુપી જેવા મોટા રાજ્યોમાં ઘણાં સહપ્રભારીની જરૂરત છે. પહેલા અહેવાલો આવ્યા હતા કે ઝડફિયા યુપીના પ્રભારી હશે. અત્યાર સુધીમાં ભાજપે યુપી માટે ત્રણ સહપ્રભારીઓની નિયુક્તિ કરી છે. ભાજપે એક નિવેદનમાં જણાવ્યું છે કે જે. પી. નડ્ડા લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશ ખાતે પાર્ટીના પ્રભારી હશે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં નિર્મલા સીતરમન દિલ્હીના, ભૂતપૂર્વ પ્રધાન કલરાજ મિશ્રા હરિયાણા, અવિનાશરાય ખન્નાને ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરની ભાજપ પ્રભારી તરીકેની જવાબદારી આપી છે. પરંતુ આ રાજ્યો માટે અન્ય કેટલાક વરિષ્ઠ નેતાઓ પ્રભારી હશે. પિયૂષ ગોયલને તમિલનાડુ, પુડ્ડુચેરી અને અંદમાન-નિકોબાર ટાપુસમૂહની જવાબદારી  આપવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના મહાસચિવ મુરલીધરરાવ કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી માટે પાર્ટી પ્રભારી હશે. યુપીમાં લોકસભાની 80 બેઠકો છે. માટે યુપી પર તમામ પક્ષોની ખાસ નજર રહે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બીએસપીના સુપ્રીમો માયાવતીએ ગઠબંધન સંદર્ભે તાજેતરમાં દિલ્હીમાં મુલાકાત કરી હતી. કહેવામાં આવે છે કે સમાજવાદી પાર્ટી અને બીએસપી ગઠબંધન કરીને સત્તાધારી પક્ષ ભાજપને ટક્કર આપવા માટે કમર કસી ચુકી છે.

Related posts

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana

કોરોના વાયરસનો કહેર ખાડીના દેશમાં પહોંચ્યો, ઈરાનના ઉપરાષ્ટ્રપતિને લાગ્યો ચેપ

Pravin Makwana

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!