– પ્રથમ ચરણમાં 11મી એપ્રિલે આંધપ્રદેશ, અરુણાચલ, આસામ, બિહાર, છત્તીસગઢ,જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, સિક્કિમ, તેલંગણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાલ, આંદામાન-નિકોબાર અને લક્ષદિપ સહિત કુલ 20 રાજ્યોની 91 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– બીજા ચરણમાં 18 એપ્રિલે આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મૂ-કાશ્મિર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, ઓરિસ્સા, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમબંગાળ, પોંડેચેરી સહિત 13 રાજ્યોની 97 બેઠકો પર ચૂંટણી યોજાશે.

– ત્રીજા ચરણમાં 23 એપ્રિલે આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, પશ્ચિમબંગાળ, સહિત 14 રાજયોની 115 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– ચોથા ચરણમાં 29 એપ્રિલે બિહાર, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમબંગાળ, સહિત 9 રાજયોની 71 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– પાંચમાં ચરણમાં 6મેએ બિહાર, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમબંગાળ, સહિત 7 રાજયોની 51 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– છઠા ચરણમાં 12મેએ બિહાર, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમબંગાળ, દિલ્હી, સહિત 7 રાજયોની 59 બેઠકો પર ચૂંટણી યોજાશે.
– સાતમાં ચરણમાં 19મેએ બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, ચંદીગઢ, પશ્ચિમબંગાળ, હિમાચલ, ઉત્તરપ્રદેશ સહિત 8 રાજયોની 59 બેઠકો પર ચૂંટણી યોજાશે.

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાએ પ્રેસકોન્ફરન્સ સંબોધીને 17મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આગામી લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે.
લોકસભાની ચૂંટણીને લઇને આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. તેમજ આ ચૂંટણીમાં પોલીંગ બૂથ પર VVPATનો ઉપયોગ થશે અને સંવેદનશીલ વિસ્તારમાં CRPF તૈનાત કરવામાં આવશે. ગુજરાતની કુલ 26 બેઠકોનું મતદાન એક તબક્કામાં પૂર્ણ થશે. ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થશે. જ્યારે 23 મેના રોજ મતગણતરી થશે.
આ અગાઉ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત માટે ચૂંટણી પંચે સાંજે પા્ંચ વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી હતી.
તબક્કાવાર મતદાનની તારીખો
તબક્કો | તારીખ | રાજ્ય | સીટો |
1 | 11 એપ્રિલ | 20 | 91 |
2 | 18 એપ્રિલ | 13 | 97 |
3 | 23 એપ્રિલ | 14 | 115 |
4 | 29 એપ્રિલ | 09 | 71 |
5 | 06 મે | 07 | 51 |
6 | 12 મે | 07 | 59 |
7 | 19 મે | 08 | 59 |
આ પહેલા 2004ની ચૂંટણીની જાહેરાત પણ રવિવારે જ કરવામાં આવી છે. એક ચેનલના અહેવાલ પ્રમાણે ચૂંટણી સાતથી આઠ સ્ટેજમાં પુરી કરાઈ શકે છે. જેમાં ગયા વર્ષની જેમ પહેલા તબક્કાની ચૂંટણી 10 એપ્રિલે યોજાઈ શકે છે. યુપીમાં સાત થી આઠ તબક્કામાં અને બિહાર તથા પશ્ચિમ બંગાળમાં પાંચ થી 6 સ્ટેજમાં ચૂંટણી યોજાઈ શકે છે.
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી.