GSTV
Home » News » Video: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લીધા આડે હાથ, લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ

Video: સ્મૃતિ ઈરાનીએ પ્રિયંકા ગાંધીને લીધા આડે હાથ, લાલ બહાદુર શાસ્ત્રીના અપમાનનો આરોપ

ભાજપે વધુ એક વખત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સોશિયલ મીડિયા પર આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું અપમાન કર્યાનો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો છે. ગઈકાલે વારાણસીમાં પ્રિયંકા ગાંધીએ લાલ બહાદુર શાસ્ત્રીના સ્ટેચ્યુને હાર પહેરાવ્યો હતો.

જોકે પ્રિયંકા ગાંધીએ પોતાના ગળાનો હાર ઉતારીને તે જ હાર પહેરાવતા તેઓ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા અને સ્મૃતિ ઈરાનીએ વીડિયો ટ્વીટ કરીને પ્રિયંકા ગાંધી પર નિશાન તાક્યુ તો બીજીતરફ ભાજપના નેતાઓએ પણ પ્રિયંકા ગાંધીને આડેહાથ લીધા અને બાદમાં ભાજપના કાર્યકરોએ દૂધથી લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને ધોઈ હતી.

BJP કાર્યકર્તાઓએ ગંગાજળથી ધોઈ હતી પ્રતિમા

ગઈકાલે પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચાર દરમિયાન રામનગર શાસ્ત્રી ચોક ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી.

રામનગર શાસ્ત્રી ચોક વિસ્તારમાં પ્રિયંકા ગાંધી પહોંચ્યા ત્યારે ભાજપના કેટલાક કાર્યકરોએ તેમની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. જેનો કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

એ બાદ બોલાચાલી વધી હતી અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ કરેલી દરમિયાનગીરી બાદ હંગામા કરનારા કેટલાક વ્યક્તિઓ સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. પ્રિયંકા ગાંધી વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર સહિત સંખ્યાબંધ મંદિર અને ઘાટોની મુલાકાત લેવાના હતા.પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવારને પણ મળ્યા હતા.

Read Also

Related posts

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર મોદી બોલ્યા , અમે દિવાળી માટે બોમ્બ રાખ્યા નથી

Path Shah

યુ.એસ પ્રમુખ ટ્રમ્પે શ્રીલંકમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર કર્યું ખોટું ટિવ્વટ,

Path Shah

માં કરતા પુત્રની ઉલ્ટી ચાલ:કહ્યું,મત નહી આપો તો પણ કામ કરીશ

Path Shah