GSTV
Home » News » લોકસભા ચૂંટણી 2019: આજે ભાજપ 250 ઉમેદવારોના નામની પહેલી યાદ કરશે જાહેર

લોકસભા ચૂંટણી 2019: આજે ભાજપ 250 ઉમેદવારોના નામની પહેલી યાદ કરશે જાહેર

લોકસભા ચૂંટણીને લઈને એક બાદ એક ભાજપની ચૂંટણી સમતિની ત્રણ બેઠકો યોજાઈ છે અને આજે ભાજપ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. આજે ભાજપ 250 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશની 35, બિહારની તમામ 17, મહારાષ્ટ્રની 21 બેઠકોનો સમાવેશ થઈ શકે છે.

આ ઉપરાંત ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢની પાંચ, કર્ણાટક, જમ્મુ કાશ્મીરની તમામ છ બેઠકોના નામ જાહેર થશે. આ સાથે રાજસ્થાન, બંગાળના લગભગ 27, કેરળ, તમિલનાડુ, અસમ, ત્રિપુરા, તેલંગાણા, અરૂણાચલ પ્રદેશ, ઉત્તરાખંડની તમામ બેઠકોના નામ જાહેર થશે. ગતરાતે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી.

પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની આગેવાની યોજાયેલી બેઠકોમાં યુપીની સીટો પર ચર્ચા થઈ. બેઠકમાં યોગી આદિત્યનાથ ઉપરાંત યુપીના બંને નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્ય સામેલ થયા.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

જાપાનમાં પ્રથમ વખત ભારતીયએ ચૂંટણી જીતી, રચ્યો ઈતિહાસ

Path Shah