GSTV
Home » News » દિલ્હીનાં આ નેતાઓ સવારનાં પહોરમાં રાહુલ ગાંધીનાં ઘરે પહોંચ્યા…પછી?

દિલ્હીનાં આ નેતાઓ સવારનાં પહોરમાં રાહુલ ગાંધીનાં ઘરે પહોંચ્યા…પછી?

દિલ્હી કોંગ્રેસનાં પ્રભારી પીસી ચાકો અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શીલા દિક્ષીતે આજે સવારે જ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સાથે તેમનાં નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આ મુલાકાત કરવા પાછળનો હેતૂ આપ-કોંગ્રેસ ગઠબંધનને આખરી આપ આપવાનો હતો. મહત્વનું છે કે બન્ને પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઇ ચાલતી ચર્ચાને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે.

kejriwal news

દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ ગઇ કાલે  આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસનાં ગઠબંધન મામલે ઇન્કાર કર્યો હતો. જો  કે તેમણે ઇશારો કર્યો હતો કે બન્ને પાર્ટી ગઠબંધન મામલે સકારાત્મક વિચારી રહિ છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હી સાથે હરિયાણાં પણ આપ-કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી શકે છે.

આ સાથે જ કોંગ્રેસે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કર્યો છે. આ મામલે આમ આદમી પાર્ટી સંપુર્ણ સહમત છે. જો કે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખે લીલી ઝંડી આપી નથી. આગામી સપ્તાહમાં જ ગઠબંધનની ઔપચારીક જાહેરાત કરી શકે છે.

delhi aap congress

સૂત્રોની વાત માનીએ તો બન્ને પાર્ટીઓનું દિલ્હી ગઠબંધન પર હરિયાણી યુતીનો આધાર રહેલો છે. આમ આદમી પાર્ટીનું કહેવું  છે કે,જો કોંગ્રેસ દિલ્હીમાં 3 સીટ પર ચૂંટણી લડવા માગે છે તો તેમણે હરિયાણામાં આપને 3 સીટ આપવી પડશે. કોંગ્રેસ હરિયાણામાં જેટલી બેઠકો આપશે, આમ આદમી પાર્ટી પણ દિલ્હીમાં કોંગ્રેસ માટે એટલી જ બેઠકો છોડવા તૈયાર છે.

READ ALSO 

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

આંધ્રપ્રદેશ વિધાન પરિષદ ભંગ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં થયો પાસ, ટીડીપીનો વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!