GSTV
Home » News » રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું જેથી EVM પર વિશ્વાસ આવી જાય

રાજસ્થાન-છત્તીસગઢમાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું જેથી EVM પર વિશ્વાસ આવી જાય

congress

લોકસભાની ચૂંટણી 2019નાં પરિણામ પહેલા બહાર આવેલા એક્ઝિટ પોલ્સે વિરોધી પક્ષોમાં હાહાકાર મચાવી દિધો છે. કોંગ્રેસ નેતા રાશીદ અલવીએ નિવેદન આપ્યું છે કે જો એક્ઝિટ પોલ મુજબ પરિણામો આવશે તો તેનો મતલબ એવો છે કે ઇવીએમ મશીનમાં ઘાલમેલ કરવામાં આવી છે. તેમણે જણાંવ્યું કે તમામ એક્ઝિટ પોલ્સ એકતરફી જ પરિણામો બતાવે છે.જેથી અમને તેની પર વિશ્વાસ નથી.

મીડિયા સાથે વાત કરતા રાશીદ અલ્વીએ જણાંવ્યું કે જો એક્ઝિટ પોલ્સ જેવા પરિણામો આવશે તો અમે માનીશું કે છેલ્લે ત્રણ રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસની જીત એ માત્ર એક ષડયંત્રનો ભાગ હતું. જ્યાં જ્યાં પણ કોંગ્રેસ જીતી તે સારૂ ચિત્ર બતાવીને ષડયંત્ર રચ્યું હતું.

તેમણે કહ્યું કે ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત સાથે એવું બતાવવોનો પ્રયાસ કરાયો હતો કે ઇવીએમ યોગ્ય છે. તેવું પણ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ચૂંટણી પંચ પર સરકારની કોઈ દખલ નથી.

એક્ઝિટ પોલ તટસ્થ નથી

આ સાથે જ રાશીદ અલ્વીએ એક્ઝિટ પોલિં કરનારી કંપનીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનાં નેતાએ જણાવ્યું હતું કે આમાંની ઘણી કંપનીઓએ પર થોડા દિવસો પહેલા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું, જેથી સાબિત થયું છે કે તેઓ તટસ્થ નથી.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં જેટલા પણ એક્ઝિટ પોલ બહાર પડ્યા છે.તેમાં એક તરફી તારણ દર્શાવવામાં આવ્યા છે. કેટલાક એક્ઝિટ પોલ્સમાં તો ભાજપ ગઠબંધનને 300+ બેઠકો આપવામાં આવી છે.

READ ALSO

Related posts

અમદાવાદ PG કાંડ: છેડતી કરનાર આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ દબોચ્યો

Riyaz Parmar

પત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, પછી ચાલુ વિમાને પાઇલોટે…

Riyaz Parmar

પતંજલિ બાદ હવે આ કંપની વેચશે સસ્તુ દૂધ, ઘર પર કરશે ડિલીવરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!