GSTV
Home » News » લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધી કેરળ સીટ પરથી લડશે ચૂંટણી, તો હવે અમેઠી સીટ?

લોકસભા ચૂંટણી 2019: રાહુલ ગાંધી કેરળ સીટ પરથી લડશે ચૂંટણી, તો હવે અમેઠી સીટ?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની પરંપરાગત સીટ અમેઠી ઉપરાંત વધુ એક સીટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડ સંસદીય સીટ પરથી ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે. તેની જાણકારી કોંગ્રેસના પ્રમુખ મુલ્લાપલ્લી રામચંદ્રને શનિવારે આપી છે. તમને જણાવી દઈએ કે, કેરળની વાયનાડ સંસદીય સીટ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જોકે રાહુલ ગાંધીની તરફથી હજુ સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

rahul gandhi on Tom Vadakkan

તમેણે જણાવ્યું કે, આ વાતચીત લગભગ એક મહિનાથી ચાલી રહી છે. તે આ સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા ન હતા ધરાવતા પરંતું પાર્ટીના વર્કરોના કહ્યા બાદ છેવટે તે માની ગયા. આઈસીસીના મહાસચિવ ઓમાન ચાંડીએ જણાવ્યું કે, આજે રાહુલ ગાંધીનો જવાબ આવવાની આશા છે. લોકસભાનું સીમાંકન થયા બાદ વર્ષ 2008માં વાયનાડ લોકસભા સીટ અસ્થિત્વમાં આવી હતી. આ કન્નુર, મલાપ્પુરમ અને વાયનાડ સાંસદીય ક્ષેત્રને મળીને બની છે.  

સીમાંકન બાદથી જ આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. યુવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ટી સિદ્દીકી, જેને પાર્ટીના ઉમેદવારના રૂપમાં નામ આપવામાં આવ્યું હતું. તે પહેલા જ આ દોડથી બહાર થઈ ચુક્યા હતા. તેમણે ચૂંટણી પરથી હટવાની ઘોષણા કોઝીકોડમાં થઈ હતી. આ મીડિયા બ્રિફિંગમાં તેમણે કહ્યું હતું કે આ મારા અને રાજ્ય માટે એક સન્માનની વાત હતી.  

Read Also

Related posts

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર મોદી બોલ્યા , અમે દિવાળી માટે બોમ્બ રાખ્યા નથી

Path Shah

યુ.એસ પ્રમુખ ટ્રમ્પે શ્રીલંકમાં થયેલા બોમ્બ વિસ્ફોટો પર કર્યું ખોટું ટિવ્વટ,

Path Shah

માં કરતા પુત્રની ઉલ્ટી ચાલ:કહ્યું,મત નહી આપો તો પણ કામ કરીશ

Path Shah