GSTV

બ્રહ્માંડમાં સૌથી જુઠ્ઠો માણસ એટલે નરેન્દ્ર મોદી, આ પૂર્વ મુખ્યમંત્રીએ Tweet પર ઝાટક્યા

બિહાર વિધાનસભામાં વિપક્ષનાં નેતા તેજસ્વી યાદવ અને તેમનાં પિતા આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ છાસવારે  પીએમ મોદી અને નિતીશ કુમાર પર તેજાબી પ્રહારો કરે છે. આજે ફરી એક વખત લાલુ પ્રસાદ યાદવે ટ્વિટ કરીને પીએમ મોદી પર બરોબરનું નિશાન તાક્યું છે. અદ્દલ ભોજપુરી સ્ટાઇલમાં કરેલા ટ્વિટમાં લાલુ પ્રસાદ યાદવે જણાંવ્યું છે કે, આ લોકોને આખો દિવસ કોઇ કામ-કાજ નથી. પોતાનાં પાંચ વર્ષનો હિસાબ આપવાને બદલે બીજા પાસેથી હિસાબ માગે છે. આ લોકો પુરો દિવસ અન્ય લોકોને ફસાવવામાં અને ગાળો આપવામાં હોંશિયાર છે. તેમને એવા ખાડામાં નાંખો કે પાછા નજરે ન પડે.  

આ પહેલા બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનાં પત્ની રાબડી દેવીએ ટ્વિટ કરીને પીએમ મોદીને સમગ્ર બ્રહ્માંડમાં સૌથી મોટા જુઠા માણસ ગણાવ્યા હતાં. રાબડી દેવીએ પોતાની તળપદી ભાષામાં ટ્વિટ કરીને જણાંવ્યું કે, ત્રણેય લોક, ચાર યુગ અને સમસ્ત બ્રહ્માંડમાં સૌથી વધુ ખોટો માણસ જો કેઇ છે તો તે નરેન્દ્ર મોદી છે. આખો દિવસ બકબક-બડબડ-ગડબડ સિવાય બીજુ કોઇ કામ જ નથી. લાલુ યાદવે રાબડી દેવીનાં ટ્વિટનો જવાબ આપતાં જ પીએમ મોદી પર તેજાબી પ્રહાર કર્યો હતો.

આ પહેલા પૂર્વ રેલ પ્રધાન લાલુ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નિતીશ કુમારને ‘પાટલી બદલુનાં સરદાર’ ગણાંવ્યા હતાં.

લાલુ પ્રસાદ યાદવે ટ્વિટર હેન્ડલ પર જણાંવ્યું હતું કે પલટુરામ(નિતીશ કુમાર) મોદી પાસેથી હિસાબ માંગીને પુછી રહ્યા છે કે, 15 લાખ મળ્યા? રોજગાર મળ્યો? બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો? આમાંથઈ કાંઇ જ મળ્યું નથી તેમ છતાં બેશરમ બનીને પલટી મારી હવે ફરી વખત બિહારવાસીઓની આંખોમાં ધૂળ નાંખે છે. આટલી હદે કોઇ બેશરમ હોય છે?

રવિવારે લાલુ યાદવે નિતીશ કુમારને નિશાને લેતા ટ્વિટ કરીને જણાંવ્યું કે, એક ડાળથી બીજી ડાળ પર કુદકા મારવા વાળી પ્રાણીનું બયાન સાંભળો. પાંચ વર્ષમાં પાંચ પાર્ટી અને પાંચ સરકાર બદલી નાંખી, એટલે તો કહેવાય છે કે પલટુઓનો સરદાર.

READ ALSO

Related posts

બાઉન્સરે પૈસા માટે અબજોપતિની દીકરીને બનાવી ગર્લફ્રેન્ડ, સંબંધ બાંધવા દરમિયાન લીધો જીવ

Vishvesh Dave

મેહબૂબા મુફ્તીએ કેન્દ્રની મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, અમે પાકિસ્તાની અને માત્ર ભાજપવાળા જ હિંદુસ્તાની?

pratik shah

દરવાજા ખુલ્યાં / ભારતીયો ક્યા દેશમાં જઈ શકશે, ક્યા દેશમાં ક્વોરન્ટાઈન થવું પડશે…? જાણો પરદેશ પ્રવાસની તમામ વિગતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!