GSTV
Home » News » એકલા યુપીમાં જ PM મોદી સંબોધશે 20થી વધુ જાહેરસભાઓ

એકલા યુપીમાં જ PM મોદી સંબોધશે 20થી વધુ જાહેરસભાઓ

pm-narendra-modi gstv

ફરી વખત સત્તા પર આવવા માટે યુપીની 80 બેઠકો પર ભાજપ એડીચોટીનુ જોર લગાવી રહી છે.યુપીમાં પીએમ મોદીએ સૌથી વધારે 20 જાહેર સભાઓ કરવાનુ નક્કી કર્યુ છે. સૂત્રોના કહેવા પ્રમાણે પીએમ મોદીના ચૂંટણી પ્રવાસોમાં એવા મત વિસ્તારોનુ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે, જ્યાં પીએમ મોદી ક્યારેય અગાઉ ગયા નથી.આ સીવાય ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, અલ્હાબાદ, મિર્જાપુર, ગોરખપુર અને અમેઠીમાં પણ પીએમ મોદી ચૂંટણી સભા સંબોધી શકે છે.

પાર્ટીના એક નેતાએ કહ્યુ હતુ કે ભાજપના ચૂંટણી અભિયાનનો મુખ્ય ચહેરો સ્વાભાવિક રીતે જ પીએમ મોદી છે.તેમની સભાઓ માટે એ વિસ્તારોને પસંદ કરાયા છે જેનો પ્રવાસ તેમણે ક્યારેય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ 2014ની લોકસભા ચૂંટણી વખતે યુપીમાં 39000 કિલોમીટરનો ચૂંટણી પ્રવાસ કર્યો હતો.તેમણે ચૂંટણી પહેલા યુપીમાં 79 બેઠકો યોજી હતી.

READ ALSO

Related posts

મોતનું તાંડવ : એક કન્ટેનરમાંથી 39 મૃતદેહ મળતા ચકચાર, ઈતિહાસે ખૂદને દોહરાવ્યો

Mayur

આજે અલ્પેશ જીતશે તો ઠાકોર સમાજનો સર્વેસર્વો બનશે, હારશે તો ન ઘરનો ન ઘાટનો

Mayur

મોદી સરકારની ખેડૂતોને દિવાળી પહેલા મોટી ભેટ, ટેકાના નવા ભાવ જાણી થઈ જશો ખુશખુશાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!