લોકસભામાં બધુ છોડોઃ રાજસ્થાનમાં રાજવી પરિવારની ત્રણ દિકરી આમને-સામને

લોકસભા ચૂંટણી-2019 આડે હવે ગણતીરનો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી લડવા માગતા મુરતિયાઓમાં હોડ જામી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા સંભાળ્યા પછી રાજકિય ગણિત બદલાય રહ્યું છે. જો કે દરેક રાજકિય પક્ષમાં પુરૂષ કરતા મહિલા દાવેદારોની સંખ્યા વધુ છે. રાજસ્થાનની રાજધાની જયપુરની વાત કરવામાં આવે તો જયપુરમાં રાજઘરાણાની મહિલાઓ ચૂંટણી લડવા તત્પર છે. જયપુર શહેર અને ગ્રામ્યની બે લોકસભા બેઠકની ચૂંટણી રસપ્રદ બની રહેશે. આ બન્ને લોકસભા સીટ પર પુરૂષ કરતા મહિલા દાવેદારોની સંખ્યા વધુ છે. જો કે ભાજપ અને કોંગ્રેસે બેઠકો મામલે કોઈ નિર્ણય કર્યો નથી. દાવદારોમાં મહિલા સૌથી આગળ છે. તેમાં પણ રાજઘરાણાની મહિલાઓની સંખ્યા વધુ છે.

દાવેદારોની યાદી જોઈએ તો ભાજપનાં મુકાબલે કોંગ્રેસમાં સૌથી વધુ મહિલાઓ સામેલ છે. જયપુર ગ્રામીણ સીટ પર ચૌમું રાજઘરાણાની રૂક્ષમણી દેવી અને ભરતપુર રાજઘરાણાની દિવ્યા સિંહ સામેલ છે. ત્યાંજ ભાજપમાંથી જયપુર રાજઘરાણાની દિયા કુમારી અને રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષ સુમલ શર્માએ દાવેદારી નોંધાવી છે.

બીજી તરફ જયપુર સીટી લોકસભા બેઠક માટે કોંગ્રેસ મહાસચિવ અને પ્રવક્તા અર્ચના શર્મા, પૂર્વ મેયર જ્યોતિ ખંડેલવાલ અને મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રભારી સંગીતા ગર્ગએ દાવેદારી નોંધાવી છે. કોંગ્રેસનાં મહાસચિવ અર્ચના શર્માએ ભાજપનો ગઢ મનાતી માલવીયા નગર વિધાનસભા સીટ પર પહેલી વખત કોંગ્રેસને મજબૂત સ્થિતીમાં લાવી દિધી છે. જો કે અર્ચના શર્મા સતત બીજી વખત માલવીયા નગરથી હારી ગયા છે.

જયપુર અને ચૌમું રાજઘરાણા વચ્ચે ટક્કર

ચૌમું વિધાનસભા સીટ પર દાવેદારી નોંધાવતા ચૌમું રાજઘરાણાથી જોડાયેલા રૂક્ષમણી દેવી આ વખતે જયપુર સીટી લોકસભા બેઠક પર ચૂંટણી લડવા તત્પર છે. ભાજપમાંથી જયપુર સીટી માટે જયપુર રાજઘરાણાની દિયા કુમારીને ઉમેદવાર બનાવી શકાય તેવી પ્રબળ શક્યતા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રૂક્ષમણી દેવીને મજબૂત દાવેદાર માનવામા આવે છે.

જયપુર રાજઘરાણાથી જોડાયેલ દિયા કુમારી જયપુર શહેર માટે જાણીતો ચહેરો છે. તે અગાઉ સવાઈ માધોપુરથી ધારાસભ્ય રહિ ચુક્યા છે. તેમ છતાં તેમણે ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ માંગી નહોતી. જેથી આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેમને ટિકીટ આપશે તેવી પ્રબળ શક્યતા છે. જો કે જયપુર ગ્રામ્ય સીટ પરથી વર્તમાન કેન્દ્રિય પ્રધાન કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠૌરને ભાજપ ટિકીટ આપશે તો દિયા કુમારીનું પત્તુ કપાશે.

ભાજપમાંથી જ્યોતી પણ નોંધાવે છે દાવેદારી

2009માં થયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યોતિ ખંડેલવાલ ભાજપની સુમન શર્માને હરાવીને સીધા જયપુરનાં મેયર બન્યા હતાં. જો કે તે પહેલા થયેલી લોકસભા ચૂંટણીમાં જયપુર શહેરમાંથી કોંગ્રેસનાં મહેશ જોષી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. પૂર્વ મેયર રહિ ચુકેલા જ્યોતી ખંડેલવાલે વિધાનસભા ચૂંટણીમાં હવામહેલ સીટ પરથી વિધાનસભા ટિકીટ માંગી હતી. જો કે તેમને ટિકીટ ન મળતા તેમણે બળવો કર્યો હતો.

મંત્રીની પત્નિને મળશે તક?

રાજસ્થાનનાં પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહની પત્નિ દિવ્યા સિંહ જયપુર ગ્રામ્ય બેઠક પરથી પ્રબળ દાવેદાર છે. દિવ્યા સિંહ 11મી લોકસભામાં ભરતપુરથી સાંસદ રહિ ચુક્યા છે. પંચાયતી રાજમંત્રી લાલચંદ કટારિયા જો આ વખતે ચૂંટણી ન લડે તો પાર્ટી દિવ્યા સિંહને તક આપી શકે છે.

રાજ્ય મહિલા આયોગનાં અધ્યક્ષ સુમન શર્મા જયપુર શહેરનાં મેયરની ચૂંટણી લડી ચુક્યા છે. વિધાનસભા ચૂંટણીમાં તેઓ સાંગાનેરથી ટિકીટની દાવેદાર હતાં. પરંતુ પાર્ટીએ તેમની જગ્યાએ અશોક લાહોટીને મેદાનમાં ઉતાર્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter