GSTV
Home » News » ફરી મેનકા ગાંધીએ મતદારોને ધમકાવ્યાં: “હું પહેલા જ ચૂંટણી જીતી ગઇ છું, મત આપજો નહિંતર….”

ફરી મેનકા ગાંધીએ મતદારોને ધમકાવ્યાં: “હું પહેલા જ ચૂંટણી જીતી ગઇ છું, મત આપજો નહિંતર….”

કેન્દ્ર સરકારનાં પ્રધાન અને યુપીની સુલ્તાનપુર બેઠકનાં ભાજપનાં ઉમેદવાર મોનકા ગાંધી ફરી વિવાદમાં સપડાયા છે. મતદારોને ચેતવણી આપતા મેનકા ગાંધીએ જણાંવ્યું કે,જેનાં જેટલા વોટ,તેનો એટલો વિકાસ.

ઇસૌલી વિધાનસભા ક્ષેત્રનાં રસુલપુરમાં કાર્યકર્તા સંમેલનને સંબોધતા મેનકા ગાંધીએ વિવાદીત શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું કે કાર્ય કરવા માટે મેં એક માપદંડ બનાવ્યો છે.જેમાં ચાર શ્રેણી A,B,C,D બનાવવામાં આવી છે. જ્યાંથી 80 ટકા કરતા વધારે મતો મળશે તે A શ્રેણીમાં આવશે. તેવી જ રીતે 60 ટકા મતો બી સીરીઝણાં,50 ટકા મતો C સીરીઝમાં અને 50 ટકા કરતા ઓછા મતો મેળવવા વાળા D શ્રેણીમાં આવશે.

એ શ્રેણી વાળાનાં કામો પહેલા થશે. ત્યારબાદ બી,સી અને ડિ સીરીઝ વાળાનાં કામો થશે. ચૂંટણી પછી આ મતદાનનાં આધારે જ વિકાસ કાર્યો કરવામાં આવશે. તેમણે કાર્યકરોને પુરતી મહેનત કરવા માટે કહ્યું છે.

આ સાથે જ તેમણે લોકોને મોબાઇલ નંબર આપાવાનું કહ્યું છે.જેથી લોકો સીધા તેમની સાથે વાત કરી શકે.મહત્વનું છે કે તાજેતરમાં ત્રણ દિવસ પહેલા જ મેનકા ગાંધીનાં વિવાદિત નિવેદન વાળો એક વીડિયો વાયરલ થયો હતો.

મેનકા ગાંધીએ વીડિયોમાં મુસ્લિમોને ધમકાવ્યા હતાં

આ વીડિયોમાં ભાજપ નેતા અને કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ સુલ્તાનપુરમાં મુસ્લિમ મતદારોને સાંકેતિક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે હું  મુસ્લિમોનાં સમર્થનથી જીતવા માગું છું.જો મુસ્લિમો મને મત નહિં આપે તો તેમનાં કોઇ પણ કામ નહિં થાય.

સુલ્તાનપુરમાં કાર્યકરોને સંબોધતા મેનકાં ગાંધીએ જણાંવ્યુંકે,હું પહેલા જ ચૂંટણી જીતી ચુકી છું. હું અહિં ખુલ્લા દિલે આવી છું. ભાજપ અલ્પસંખ્યક મોરચાનાં જિલ્લાપ્રમુખ અજાદાર હુસૈનનાં ગામમાં આ સભા આયોજીત કરવામાં આવી હતી. ત્યાં મેનકા ગાંધીએ વિવાદીત બોલ બોલ્યા હતાં.

READ ALSO 

Related posts

આ શહેરમાં એક શખ્સને મુસાફરી માટે વાહન ન મળ્યું તો, આ વસ્તુ ચોરી પહોંચી ગયો પોતાની મંઝીલ પર

Ankita Trada

કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ

Pravin Makwana

દેશમાં એનઆરસી લાગુ થશે તો તે માત્ર હિંદુ- મુસ્લિમો જ નહીં આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!