GSTV
Home » News » મહાગઠબંધનની બેઠક બાદ તેજસ્વી બોલ્યા, બધું સમુસુતરૂ પાર પડ્યું, પટણા જઇને જાહેરાત કરીશું

મહાગઠબંધનની બેઠક બાદ તેજસ્વી બોલ્યા, બધું સમુસુતરૂ પાર પડ્યું, પટણા જઇને જાહેરાત કરીશું

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકિય ગરમાવો વધ્યો છે. દરેક રાજકિય પક્ષો યુતિ બનાવીને સત્તાપક્ષને હરાવવા માટે કમર કસી રહ્યો છે. તો બીજી તરફ સત્તાપક્ષ તોડ-જોડની રાજનિતીમાં માહિર છે. જો કે બિહારમાં મહાગઠબંધનમાંથી રાજીનામું આપીને જેડીયુએ ભાજપનો પાલવ પકડ્યો છે. ત્યારથી બિહારની જનિતીમાં આક્રમકતા જોવા મળે છે. બિહારમાં મહાગઠબંધન માં સામેલ પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે.

આજે દિલ્હીમાં મહાગઠબંધનની બેઠકોની વહેંચણી મામલે મિટીંગ થઈ હતી. સીટોની વહેંચણી મામલે મહત્વપુર્ણ માનાવમાં આવતી આ બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, બિહારનાં પૂર્વ સીએમ જીતનરામ માંઝી, RLSP અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતાં.

આ બેઠક પુર્ણ થયા પછી રાષ્ટ્રીય જનતા દળનાં નેતા અને બિહાર વિધાનસભાનાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે જણાંવ્યું કે  સીટ શેરીંગ ફોર્મ્યુલા પર સહમતી સધાઈ છે. તેમજ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ પટનાથી આ મામલે જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે મહાગઠબંધનમાં સીટોની વહેંચણઈ મામલે કોઇ શંકા-કુશંકા નથી. હવે તમામ વિગતો ક્લીઅર થઈ ગઈ છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રની જીતની ખુશી ગુજરાત છિનવશે : 6માંથી 3 બેઠકો પર કોંગ્રેસ આગળ, આયાતી ઉમેદવારો નડ્યા

Karan

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan

Haryana Election Results 2019: BJPએ પાર કર્યો બહુમતનો આંકડો, હુડ્ડા-ખટ્ટર બંને આગળ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!