GSTV
Home » News » 3 લેયરમાં થાય છે EVMની સુરક્ષા, આજુબાજુ ચકલુંયે ફરકી ન શકે એવી હોય છે સિક્યોરિટી

3 લેયરમાં થાય છે EVMની સુરક્ષા, આજુબાજુ ચકલુંયે ફરકી ન શકે એવી હોય છે સિક્યોરિટી

23મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ છે. તેવામાં એક્ઝિટ પોલ આવ્યા બાદ વિપક્ષે ઇવીએમ પર હોબાળો મચાવવાનું શરૂ કરી દીધો છે. વિપક્ષનો આરોપ છે કે ઇલેક્ટ્રોનીક વોટિંગ મશીનમાં ગરબડ થઇ રહી છે અને રસ્તામાં જ ઇવીએમ બદલવામાં આવી રહ્યાં છે. તેવામાં સવાલ ઉભો થાય છે કે મતદાનથી મતદાન ગણતરી સુધી ઇવીએમની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે અને કઇ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ચાલો વિસ્તારથી જાણીએ.

સૌપ્રથમ તમને જણાવી દઇએ કે 38 દિવસ ચાલેલા લોકતંત્રના પર્વમાં 22 લાખ 30 હજાર બેલેટ યુનિટ, 10 લાખ 63 હજાર કંટ્રોલ યુનિટ અને 10 લાખ 73 હજાર વીવીપેટનો ઉપયોગ થયો. તેમાં કેટલાંક રિઝર્વ પણ રહ્યાં. અનેક સ્થળોએ ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી ડબલ બેલેટ યુનિટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો.

કેવી રીતે થાય છે EVMની સુરક્ષા

વોટિંગથી લઇને કાઉન્ટિંગ સુધી EVMની ત્રણ લેયરમાં થાય છે સુરક્ષા. જેમાં પ્રથમ લેયરમાં પેરામિલિટ્રી ફોર્સ, બીજા લેયરમાં પીએસીના જવાન અને ત્રીજા લેયરમાં રાજ્ય પોલીસના જવાન તૈનાત રહે છે. ઇવીએમની સુરક્ષા માટે તમામ જવાન 24 કલાક તૈનાત રહે છે. જેની ડ્યુટી સમય અનુસાર નક્કી કરવામાં આવે છે.

EVMની પોલીંગ બુથથી સ્ટ્રોંગ રૂમ સુધીની સફર

પોલીંગ બૂથથી સ્ટ્રોંગ રૂમ સુધી EVM લાવવાની સફર સખત નિરિક્ષણ હેઠળ થાય છે. આ દરમિયાન ઇવીએમમાં કોઇપણ પ્રકારના ચેડા શક્ય નથી. સ્ટ્રોંગ રૂમમાં ઓબ્ઝર્વર, ઉમેદવારો અને રાજકીય પ્રતિનિધીઓ સાથે રિટર્નિંગ ઓફિસર અને સહાયક રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં તમામ ઇવીએમ મશીનો સીલ કરવામાં આવે છે. સાથે જ જે રૂમમાં તમામ ઇવીએમ મશીન રાખવામાં આવે છે તે રૂમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. રૂમના દરવાજા પર ડબલ લૉક લગાવ્યા બાદ એક 6 ઇંચની દિવાલ પણ બનાવવામાં આવે છે જેથી કોઇપણ ઇવીએમ મશીન સાથે કોઇપણ પ્રકારના ચેડા ન કરી શકે.

આ લોકોની નજરો સામે સીલ થાય છે EVM


લોકસભાની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઑફિસર રહેલા સંતોષ કુમાર સક્સેનાએ જણાવ્યું કે મતદાન થયા બાદ તમામ ઇવીએમ મશીનોને ધ્યાનથી કેરિંગ બેગમાં મુકવામાં આવે છે. જે બાદ પ્રેક્ષક અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી, એસપી, સહાયક રિટર્નિંગ ઓફિસર, સબ ડિવિઝનલ ઑફિસર, પાર્ટીઓના પ્રતિનિધીઓ સામે ઇવીએમને સીલ કરવામાં આવે છે. આ મશીનો પર પોલીંગ બૂથનું એડ્રેસ અને પ્રિસાઇડીંગ ઓફિસરના હસ્તાક્ષર હોય છે. આ દરમિયાન દરેક પાર્ટીના 2-2 એજન્ટ હાજર હોય છે. તેમાં એક મુખ્ય એજન્ટ અને બીજો ડિલિવર હોય છે. કોઇપણ પોલીંગ બૂથ પર એક પ્રિસાઇડિંગ ઑફિસર અને ત્રણ મતદાન અધિકારી હોય છે.

કેવી રીતે થાય છે EVMમાં મતની ગણતરી

મતગણના કેન્દ્ર પર તૈનાત સુપરવાઇઝરના ટેબલ પર એક-એક ઇવીએમ મશીન મોકલવામાં આવે છે. આ રીતે દરેક વિધાન સભા ક્ષેત્ર માટે એક સાથે 14 ઇવીએમની ગણતરી એકસાથે થાય છે. અંદાજે દરેક દોરમાં 30તી 45 મિનિટનો સમય લાગે છે. મતગણના ટેબલની ચારેય તરફ પાર્ટીઓ અથવા ઉમેદવારોના એજન્ટ રહે છે. જે મતગણતરી પર નજર રાખે છે.

સવારે 8 વાગ્યે શરૂ થશે મતગણતરી

23મેના રોજ સવારે 8 વાગ્યે જ ગણતરી શરૂ થઇ જશે. જે બાદ નિર્ણય થશે કે કોની જીત થઇ અને કોની હાર. જણાવી દઇએ કે પ્રોટોકોલ અનુસાર મતગણતરીની પણ એક ચોક્કસ પ્રક્રિયા છે. આયોગ તરફથી દરેક મતગમતરી કેન્દ્ર પર તેને ફોલો કરવામાં આવે છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થાય છે. તે બાદ ચાર ટેબલ નક્કી થાય છે.

Read Also

Related posts

બ્રિટનનાં પ્રિન્સ ચાર્લ્સે બંગલા સાહિબ પહોંચીને કર્યા દર્શન, બે દિવસીય ભારતનાં પ્રવાસે

pratik shah

મહારાષ્ટ્રના રાજકારણ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રથમવાર તોડ્યું મૌન, બધી જ પાર્ટીઓને ઝાટકી દીધી

pratik shah

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!