GSTV
Home » News » લોકસભાની ચૂંટણીઓમાં આતંકવાદી હુમલાનો ડર, આ રાજ્યને નિશાન બનાવે તેવી શક્યતા

લોકસભાની ચૂંટણીઓમાં આતંકવાદી હુમલાનો ડર, આ રાજ્યને નિશાન બનાવે તેવી શક્યતા

દેશ હજુ સુધી બે મહિના પહેલા પુલ્વામા થયેલા આતંકવાદી હુમલાનાં આધાત માંથી ઉબરી શક્યો નથી. ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી મતદાનના બીજા તબક્કા પહેલા એક આતંકવાદી હુમલો થઈ શકે છે. જ્યારે હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે.

ત્યારે આંતકવાદીઓ ચૂંટણીનાં માહોલને ખરાબ કરવા માટે આંતકી હુમલો કરી શકે છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ધમકીને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રથમ તબક્કાની ચૂંટણીઓ સફળતાપૂર્વક પુર્ણ કરવામાં આવી છે. ત્યારે 18 એપ્રિલે દેશના 13 રાજ્યોની 97 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જ્યારે 13 રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીરમાં પણ ચૂંટણી યોજાવાની છે.
પરંતુ બીજા તબક્કાની ચૂંટણી પહેલા સુત્રોની જાણકારી અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિનાશક હુમલાનો અંજામ આપી શકે છે. ત્યારે ગુપ્તચર ખાતાને મળતા અહેવાલ અનુસારઆતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર હાઇવે પર મોટરસાઇકલ વિસ્ફોટ કરી શકે છે.

READ ALSO

Related posts

કોકંબોમાં થયેલ આતંકવાદી હુમલા પછી 9 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી પોલીસે

Bansari

બાલાકોટમાં એરસ્ટ્રાઇક દરમિયાન 6માંથી 5 ટાર્ગેટ તોડી પડાયાં હતાં: IAF નો રિવ્યૂ રિપોર્ટ

Bansari

સુપરસ્ટાર સલમાનખાનના પિતા સલીમ ખાનને મોહન ભાગવતના હસ્તે અપાયો આ એવોર્ડ

Mansi Patel