GSTV
Home » News » લોકસભાનો જંગ: આ રાજ્યમાં IAS-IPS અને અડધો ડર્ઝન મીડિયાકર્મીઓ લડી રહ્યા છે ચૂંટણી

લોકસભાનો જંગ: આ રાજ્યમાં IAS-IPS અને અડધો ડર્ઝન મીડિયાકર્મીઓ લડી રહ્યા છે ચૂંટણી

ઓરિસ્સામાં એક સાથે થઇ રહેલી લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા 6 પૂર્વ ઓફિસરો અને અડધો ડર્ઝન મીડિયાકર્મીઓ પણ ચૂંટણી લડી રહ્યા છે. જો કે ગત  11 એપ્રિલે ઓરિસ્સામાં થયેલા પહેલા તબક્કાનાં મતદાનમાં કોઇ પણ પૂર્વ અધિકારી કે મીડિયાકર્મી મેદાનમાં ન હતો. આવનારા ત્રણ તબક્કામાં થનારા મતદાનમાં પૂર્વ અધિકારીઓ અપરાજિતા સારંગી, અરૂપ પટનાયક, પ્રકાશ મિશ્રા,નલિની કાંત પ્રધાન, સરમિષ્ઠા સેઠી અને રમેશ ચંદ્ર સાઇ ચૂંટણી જંગમાં લડી રહ્યા છે. આ તમામ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. ઓરિસ્સામાં આગામી  ત્રણ તબક્કામાં 18, 23 અને 29 એપ્રિલે મતદાન થશે.

તાજેતરમાં જ રાજીનામું આપનારા IAS અધિકારી અપરાજિતા સારંગી ભુવનેશ્વર લોકસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર છે.તેમનો મુકાબલો બીજેડી ઉમેદવાર અને મુંબઇનાં પૂર્વ પોલીસ કમિશ્નર અને સેવાનિવૃત્ત IPS અધિકારી અરૂપ પટનાયક તેમજ માકપાનાં વરિષ્ઠ નેતા જનાર્દન પતિ સામે છે. તેવી જ રીતે 6 મીડિયાકર્મીઓ પણ ઓરિસ્સાનાં ચૂંટણી મેદાનમાં છે. કટક લોકસભા બેઠકનાં બીજેડી ઉમેદવાર અને વર્તમાન સાંસદ ભતૃહરિ માહતાબ ઉડિયા ભાષાનાં અખબાર “પ્રજાતંત્ર”નાં સંપાદક છે. તેમજ સૌમ્ય રંજન પટનાયક રાજ્યમાં સૌથી વધારે વેચાતા અખબાર “સંબાદ”નાં સંપાદક છે. તેમજ ખંડપાડા વિધઆનસભા બેઠક પરથી પ્રાદેશિકનાં ઉમેદવાર છે.

સૌમ્ય રંજન પટનાયક,રાજ્યસભાનાં સાંસદ છે અને કનક ટીવીનાં માલિક છે. ચાર વખત સાંસદ રહેલા બૈજયંત પાંડાની પત્ની મંગત પાંડા ઓડિશા ટેલીવિઝન લિમીટેડનાં સહ-સંસ્થાપક છે.

READ ALSO

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah