બીજી વિકેટ પડી, રેશ્મા પટેલ પછી ભાજપના બીજા કદાવર નેતાએ કહ્યું, ‘હું તમારી સાથે નથી રહી શકતો’

kejriwal news

ભાજપમાં રહીને પાર્ટી વિરુદ્ધ બોલનાર બળવાખોર નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખૂલેઆમ કહી શકનાર પટના સાહિબનાં સાંસદ શત્રુઘ્ન સિન્હાએ પાર્ટી છોડી દેવાનાં સીધા સંકેત આપ્યા છે. શત્રુઘ્ન સિન્હાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વીટ્સ લખી છે. જેમાં તેમણે કહ્યું હતું કે સાહેબ રાષ્ટ્ર તમને માન આપે છે પરંતુ કમારા નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસનો અભાવ છે.

શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું હતું કે નેતૃત્વ જે કરી રહ્યું છે અને કહી રહ્યું છે તેનાં પર લોકો વિશ્વાસ કરે છે ખરા? કદાચ નથી કરતા. લોકોને આપવામાં આવેલ વચનો હજી પૂરા થયાં નથી. જે હવે પૂર્ણ થશે પણ નહીં. આશા ઇચ્છા અને પ્રાર્થના છે કે હું તમારી સાથે હવે નથી રહેવા માંગતો. સિન્હાએ પોતાની શાયરાની શૈલીના ટ્વીટ કરતી વખતે ભાજપને તેમનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો. તેઓએ કહ્યું કે મોહબ્બત કરનાર લોકો ઓછા નહીં હોય, પણ તારી એ મહેફિલમાં અમે નહીં હોઈએ.

સિન્હાએ જણાવ્યું હતું કે વિશ્વની લોકશાહીના ઇતિહાસમાં તે એક માત્ર વડાપ્રધાન હશે કે જેનાં કાર્યકાળમાં એક પણ પ્રશ્ન અને જવાહનું સત્ર ન થયું. તેમણે પૂછ્યું તે ‘તમને નથી લાગતું કે આ સરકારને બદલવાની અને વધુ સારી નેતાગીરીનો હવાલો લેવાનો આ યોગ્ય સમય છે.’ તમારે તમારા બધા રંગ-ઢંગથ બહાર આવવું જોઈએ. તમારા કાર્યકાળના છેલ્લા અઠવાડિયા / મહિનામાં, તમે ઉત્તર પ્રદેશ, બનારસ અને દેશના અન્ય ભાગોમાં 150 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter