GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ-અકાલી વચ્ચે બેઠક, અમૃતસરથી ભાજપ લડશે તેવી શક્યતા

લોકસભા ચૂંટણી આડે ગણતરીનો સમય રહ્યો છે. ત્યારે પંજાબમાં બેઠકની વહેંચણી મુદ્દે ભાજપ-અકાલી દળ વચ્ચે સમજુતી સધાઈ છે. ભાજપનાં પંજાબ પ્રદેશ અધ્યક્ષ શ્વેત મલિકે કહ્યું છે કે.રાજ્યમાં ત્રણ સીટો પર ભાજપ અને બાકીની દસ બેઠક પર શિરોમણી અકાલી દળ ચૂંટણી લડશે. પંજાબમાં કુલ 13 લોકસભા બેઠક છે. આ બેઠકમાં ભાજપનાં પંજાબ પ્રભારી પ્રભાત ઝા, કેન્દ્રિય મંત્રી વિજય સાંપલા, જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર મિત્તલ પણ હાજર રહ્યા હતાં.

બેઠક અદલા-બદલી મામલે શ્વેત મલિકે કહ્યું છે કે, આ મારા અધિકાર ક્ષેત્રમાં આવતું નથી. આ મામલે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ નિર્ણય કરશે.રાજ્યસભા સાંસદ શ્વેત મલિકે જણાંવ્યું કે અમિત શાહ 24 ફેબ્રુઆરીએ અમૃતસરમાં પક્ષ નેતાઓ સાથે ચર્ચા કરશે. અમિત શાહ શક્તિ કેન્દ્રોનાં પ્રમુખોને લોકસભા ચૂંટણી માં મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરશે. દરેક શક્તિ કેન્દ્ર પ્રમુખને પાંચ મતદાન મથકોની જવાબદારી સોંપવામા આવી છે.

સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે અમૃતસર બેઠક પરથી ભાજપ ચૂંટણી લડી શકે છે.. શિરોમણી અકાલી દળ અને આમ આદમી પાર્ટી પણ અમૃતસરથી મેદાનમાં ઉતરશે. જેને કારણે શિરોમણીઅકાલી દળનાં મતો તુટશે. જેનો સીધો ફાયદો કોંગ્રેસને મળશે.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!